તમે આવો ને….
ફરી સાંજ ઢળી …
તમે આવો ને..
ફરી એ જ આજીજી
તમે આવો ને..
વાટ નું આ અફાટ સાગર
સામે કિનારે મેલ
યાદો ના હલેસા કરી
ટુકડે ટુકડે કેટલુંક તરું ?
તમે આવો ને..
શ્વાસ છે તો યાદ છે
પલ પલ મરતી આહ છે
ટુકડે ટુકડે હું કેટલો મરું ??
હું ના રહું એ પહેલાં
તમે આવો ને….
નક્કી તમે કંઈ કર્યું નહીં
ને મુજ અભણ ને લેખા આવડે નહિ
તમ નામ ની માળા જપી આ ટેરવાં ઘસાયા
હૈયે આસ ના રહે એ પહેલા
તમે આવો ને…….
ફરી સોનેરી સાંજ ઢળી
તમે આવો ને…
વરસે જીણી વાદલડી ની જડી
તમે આવો ને…
પેલી કોયલ આંબલ ડાળે પોકારે
તમે આવો ને…
પાછી જાતી કુંજો નભે અર્ધત્રિકોણ બનાવે
તમે આવો ને….
સતરંગી આ ધનુ તમ વિના અધુરો
તમે આવો ને…
આ ખળ ખળ વહેતી નદી
એકલે છબછબિયાં કેમ થાય???
તમે આવો ને …
જતી ગરમી ને ઠારતી આ વર્ષા
એકલું કેમ ભીંજાય ???
તમે આવો ને ….
કોઈ કેટલું દુર
કોઈ કેટલું પાસ
એ કોઈ ને ક્યાં ખબર “મુસ્તાક”??
બસ સાચા દિલ થી તું સાદ કર
કે એને ધબકારે સંભળાય
તમે આવો ને …