ખૂબ રોમાંચક કથા છે,
મૂળમાં મારી વ્યથા છે..
છાયા તડકા વગેરે,
ક્યાં કશુંય સર્વથા છે?
માર્ગ ભૂલવા મને સતી,
એ બધા તું પણ તથા છે..
આંસુ આપ્યા છે બધાએ,
શું અહી એની પ્રથા છે?
ભીતરે બદલાવ અઢળક,
બહાર તો સઘળું યથા છે..
ખૂબ રોમાંચક કથા છે,
મૂળમાં મારી વ્યથા છે..
Very nice Priyesh !! keep it up.
Beautiful verses , I like it.
thanks !!
its my real pleasure that you like it, thanks a lot for your appreciation. and really sorry to replay delay.
સરસ!
THANK YOU SIR,