જય બોલો બેઈમાનની…

પારાવાર છે મોંઘવારી, બેકારી ને ભૂખમરો,
જુના થઇ ગયા શબ્દ આ બધા, ઘોંઘાટ તમારો બંધ કરો,
છે જરૂરત દેશને આજે જનતાના બલીદાનની,
જય બોલો બેઈમાનની, જય બોલો બેઈમાનની…

ન્યાય અને અન્યાય નો આજે કાઢી જુઓ તાગ,
નિર્બળ ખાય ધક્કા, મળે છે બળીયાને બે ભાગ,
ન્યાયતંત્રમાં આજ પીપુડી બોલે છે ધનવાનની,
જય બોલો બેઈમાનની, જય બોલો બેઈમાનની…

ચોપર ગેટ કે રેલ્વે પ્રમોશન, સી ડબલ્યુ જી, કે ટુજી,
બોફર્સ તોપ કે કોલસા, કૌભાંડ છે એમની રોજી,
મળે સમય તો કરે એ ચિંતા સડતા આ ધનધાનની,
જય બોલો બેઈમાનની, જય બોલો બેઈમાનની…

અભિનેતાની કારની નીચે કચડાયો એક મજુર,
રસ્તા વચ્ચે જીવ ગયો, થઇ ગઈ ગરીબી દુર,
સાક્ષીઓને ખવડાવી, ભાગી ગાડી મહેરબાનની,
જય બોલો બેઈમાનની, જય બોલો બેઈમાનની…

બનીને રહેતા સાહેબના ચમચા, બીજા કરતા કામ,
માલિકના છે ચાર હાથ, પ્રમોશનમાં એમનું નામ,
કામ કરનારા રાહ જુએ છે બોસના વરદાનની,
જય બોલો બેઈમાનની, જય બોલો બેઈમાનની…

“આશ” કહે છે ઈશ્વરને, હવે કર રહેમ મારા વ્હાલા,
આવ અને ઉગાર આ ભૂમિને, વચન ન દે તું ઠાલા,
ફરી એક વાર જોવી છે મને ઉન્નતિ હિન્દુસ્તાનની,
ત્યાં સુધી..

જય બોલો બેઈમાનની, જય બોલો બેઈમાનની…

આ રચનાને શેર કરો..
This entry was posted in અછાંદસ, કાવ્ય, વ્યંગ. Bookmark the permalink.

One Response to જય બોલો બેઈમાનની…

  1. Hema says:

    જય હો, જય હો, જય હો આશિષ ની……

Leave a Reply