ફિકર નથી…

આજે એક નવો પ્રયોગ કરું છું.. પ્રસ્તુત છે એક હાઇકુ દેહ ગઝલ:

વિસામો વાયુ
ને, ન રાજા નદીનો,
ફિકર નથી…

નિષ્કામ કર્મ
મળે ન મળે ફળ,
ફિકર નથી…

પુણ્યો ન કર્યા
પણ પારખું પાપ,
ફિકર નથી…

કપડામાં રૂ
અને છો મારામાં તું,
ફિકર નથી…

ઊંચકી ચાલું
ન થાકતું જીવન,
ફિકર નથી…

કરચલીઓ
પડી, દિલ બેદાગ,
ફિકર નથી…

‘આશ’ અનેક
સંગ્રહી દિલ મહીં,
ફિકર નથી…

આને કઈ કેટેગરી માં મુકવી? હાઇકુ? કે ગઝલ? (અત્યારે તો બંનેમાં મૂકી છે 🙂 )

Be Sociable, Share!
This entry was posted in ગઝલ, હાઇકુ. Bookmark the permalink.

1 Response to ફિકર નથી…

  1. ચેતના ભટ્ટ says:

    hayku hoy ke gazal..
    maNo ne shanti thi
    fikar nathi..

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.