મારી સવાર..

આમ તો મારી રોજની સવાર આમ જ પડે, પણ શિયાળાની સવારમાં ઉઠવું એટલે..

આખી દુનિયા ઓચિંતી જ ધ્રુજી ઉઠી
ને આંખ મારી ઉઘડી ગઈ,
ધૂંધળી આંખે મેં જોયું એલાર્મ,
લે! આટલી જલ્દી સવાર થઇ ગઈ?

સામે દરવાજેથી બ્રશ મને બોલાવે,
ગરમ પાણી કે’  આવ નવડાવું,
હું આવતી નથી એ વાંક નથી મારો,
મને છોડતી નથી આ રજઈ!

રહેવું’તું મારે તો ચાંદાના દેશમાં,
મધમીઠા સપનાની સાથે,
કોઈ તો જઈ સૂરજને શીખવો,
ના આવે આમ વહેલી સવારને લઇ!

એક અલ્લડ ‘નિરાલી’ જ દુનિયા રચવી’તી,
નિદ્રાનો હાથ ઝાલી મારે,
કોણે કીધું’તું તને પાવો મારવાનું?
મારી સપનાની ગાડી છૂટી ગઈ!

Be Sociable, Share!
This entry was posted in કાવ્ય. Bookmark the permalink.

5 Responses to મારી સવાર..

 1. DREAMS IN WINTER

  i dream different in winter , i dream of bathing . ….
  i do it with talcum , else i do it with scent .

  i dream of moving ,if i can’t when excited .
  i do it breathing fast or i do it with bent .

  i dream of a girl’s date , when no one is around me .
  but i find insects & have to use moscuto net .

  i am happy with what i do , because i do very less .
  this not just my case , it’s you too, don’t act faint .

  SHARAYAN ( DR. SHREENIWAS RAUT)

 2. Sachin solanki says:

  Khub saras

 3. મુસ્તાક says:

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.