બેનર લાગ્યા , ભરાઈ સભાઓ ,
શરૂ થઇ ગયો પ્રચાર ,
આ તો આગોતરી preparation છે ,
કેમ ભૂલી ગયા Election છે ?
લોભામણા વાયદા ને શબ્દોનાં પ્રહાર,
પ્રજા વસે અંધારા તળે ,માત્ર નેતાને સવાર ,
ખાદી તો એમની fashion છે ,
કેમ ભૂલી ગયા Election છે ?
આપો એમને વોટ એ આપશે તાત્કાલિક નોટ ,
પછી ભલે ને બાકીનું વર્ષ ના હોય તમારા ઘરમાં લોટ,
આ તો બસ જીતવાનું ટશન છે ,
કેમ ભૂલી ગયા Election છે ?
વૃદ્ધોને લાગશે પગે ને બાળકોને ગોદમાં લેશે ,
‘ અમે જ કરીશું વિકાસ ‘ એમ મીઠું મીઠું કહેશે ,
ખોટું બોલવાનું એમને વ્યસન છે,
કેમ ભૂલી ગયા Election છે ?
ગામે ગામે ફરી ફરી ને કરતા રહે હુંકાર ,
જીત્યા પછી ના સાંભળે કોઈ આમજનની પુકાર ,
હોતા હૈ, ચાલતા હૈ ભાઈ ,આપનું ભારત nation છે ,
કેમ ભૂલી ગયા Election છે ?
જીતવું અને જીતીને ઘર ભરવું, એ એક જ એમનું passion છે,
કેમ ભૂલી ગયા election છે!
Great work! 🙂
thnx dear..:)
very true….
nice creation….
Very True in present time
reall nice…creativity …abhinandan
thnk u so much evry1..