શિયાળો એટલે..?

એલાર્મ બંધ કરીને, સરખી રજાઈ ખેંચીને,
સવારમાં જોવાયેલા ખ્વાબ એટલે શિયાળો!

થીજી ગયેલું તેલ, પિયર્સની સુગંધ અને,
નાસ્તામાં ગરમાગરમ રાબ એટલે શિયાળો!

પાંદડા ખરતા હોય ત્યારે ગુલાબી ઠંડીમાં,
હુંફાળા તડકાનો છાબ એટલે શિયાળો!

સ્વેટર, ટોપી, મોજા અને મફલર,
કડકડતી ઠંડીને જવાબ એટલે શિયાળો!

દિવાળી, નાતાલ અને મકરસંક્રાંત,
છાંટે તહેવારો રુઆબ એટલે શિયાળો!

વાત કરીએ ને ધુમાડો નીકળે ત્યારે,
રાત, મિત્રો ને તાપણું લાજવાબ એટલે શિયાળો!

ધાબળા કાઢો, અડદિયા બનાવો,
આવ્યો ઋતુઓનો નવાબ એટલે શિયાળો!

Be Sociable, Share!
This entry was posted in કાવ્ય. Bookmark the permalink.

10 Responses to શિયાળો એટલે..?

 1. WINTER

  no snow & not even warmer ,
  room-mate snoaring like no one former .

  outside i look , oh lovely flower .
  it’s too late & now not even shower .

  going our canteen & ordering tea .
  don’t u puzzle if getting water .

  i am not less than harry potter ,
  buiding dreams & raising tower.

  you are slow & he is slower .
  saying god , time is faster .

  this is winter ….
  this is winter ….

  SHARAYAN ( DR. SHREENIWAS RAUT )

 2. Sachin solanki says:

  Khub saras

 3. ચેતના ભટ્ટ says:

  પાંદડા ખરતા હોય ત્યારે ગુલાબી ઠંડીમાં,
  હુંફાળા તડકાનો છાબ એટલે શિયાળો!

  અને આવી ગુલાબી ઠંડીમાં કોઈકનો હુંફાણો સાથ એટલે શિયાળો…

 4. ચેતના ભટ્ટ says:

  બહુજ સુંદર રીતે અભિવ્યક્ત કર્યું છે…બહુ ગમ્યું…Like Like Like…..

 5. ચેતના ભટ્ટ says:

  haji ek vastu umervani jaruru chhe..

  ગરમા ગરમ..બાજરીના રોટલા ,
  અને રીંગળાનો ઓરો…એટલે શિયાળો..

 6. નિરાલી says:

  Huhuhuuuuuuuuuuuu.. My favourite season.. Winter!

  & what a description! Amazing! Awesome! Wonderful! & Cooooooool..! (In real sense.. ;))

  Thanks for such a Superb poem Love..!

 7. હાર્દિક પીઠડીયા says:

  ખુબ સુંદર વર્ણન………

  થર થરે છે

  અંગે અંગ રોમાંચે

  આવ્યો શિયાળો

 8. Rashmi Savla says:

  Amezing and wonder, fact thinking all about Winter. 8ut something was lacking which, Chetna has described in her opinion but your wordings are superb. Though I don’t know much but m feeling definately. Just carry on……

 9. srushti says:

  mane pan shiyado khub j gme che

 10. rakeshdhiver says:

  સુંદર

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.