ધરપત..

જમાનો હતો, વાદળો ઘેરાતા અને ગઝલો રચાતી,
હવે આખું ચોમાસું નીકળે છે એક પણ શેર વગર!

શું હાલત હોય છે મારી, જયારે તું પાસે ના હોય,
હું, એક નિ:શબ્દ દરિયો,  જાણે કોઈ લહેર વગર!

આવ હવે તું કંઈ એ રીતે મને મળવા,
રિવાજ, લોકો, ગામ કે શહેર વગર!

જે રીતે જોયું તે મારી સામે, આહા! શું કહું?
સુધરી ગઈ તબિયત અચાનક, કોઈ હવાફેર વગર!

તું મળ્યો ને એક ધરપત થઇ હૃદયને,
હોઈ શકે સંબંધ કોઈ સ્વાર્થ કે વેરઝેર વગર!

Be Sociable, Share!
This entry was posted in કાવ્ય. Bookmark the permalink.

5 Responses to ધરપત..

 1. Shabnam Khoja says:

  just awesome…bahuj bahuj mast…loved it..

  જે રીતે જોયું તે મારી સામે, આહા! શું કહું?
  સુધરી ગઈ તબિયત અચાનક, કોઈ હવાફેર વગર! wah wah shu vat 6.. ??? 🙂 😉

 2. SHARAYAN ( DR. SHREENIWAS RAUT ) says:

  FALSE PERCEPTION

  Before meeting her ,she had preconception of me .
  conceptually she was waiting only for me .

  when we met , we were best friends .
  we always expected the relation that never ends .

  she was not beautiful , but my heart pounded for her .
  my friends alleged i got blind , due to love, they fear .

  i continued to love but she never agreed .
  i tried to convince , even attempted suicide .

  finally with someone else, she got married .
  & my palpitations eventually , got burried .

  the jock is not that, i could not do .
  the emotions continue saying that ” i love you too “.

  SHARAYAN ( DR. SHREENIWAS RAUT )

 3. ચેતના ભટ્ટ says:

  બહુ જ સરસ અપેક્ષા…આમ તો બધી પંક્તિઓ ઉત્તમ જ છે પણ આ બહુ ગમી…

  તું મળ્યો ને એક ધરપત થઇ હૃદયને,
  હોઈ શકે સંબંધ કોઈ સ્વાર્થ કે વેરઝેર વગર!

 4. નિરાલી says:

  Truly said by Chetna.. બધી પંક્તિઓ ઉત્તમ છે.. ને તારી રચનાઓ વાંચીને મને પણ હંમેશાં ધરપત થાય છે કે કવિતાઓના વંટોળમાં ક્યારેક સારો વાયરો પણ વાય છે.. 🙂

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.