યાચના..

પ્રભુ સુણજે મારી પ્રાર્થના ,
કર જોડી કરું છું યાચના..

સુખમાં તને હું ના ભૂલું,
દુઃખમાં મને સંભાળજે ,
પામર છું હું જાણે છે તું ,
મારી અરજ સ્વીકારજે..
પામું તને દિન-રાતનાં,
કર જોડી કરું છું યાચના..

મંદિરમાં તું, મસ્જિદમાં તું ,
ગુરુદ્વારા ને દેવળમાં તું ,
ધરતીના છે કણ-કણમાં તું ,
ને કાળની ક્ષણ-ક્ષણમાં તું ..
વિસરું નાં તને કોઈ વાતમાં ,
કર જોડી કરું છું યાચના..

પ્રભુ ! દીન ને દુઃખિયા ઉપર
તારી કૃપા વરસાવજે,
કરું ભૂલ હું બાળક તારો
ઈશ ! પ્રેમથી સમજાવજે..
છે અતૂટ તુજમાં આસ્થા ,
કર જોડી કરું છું યાચના..

Be Sociable, Share!
This entry was posted in ગીત. Bookmark the permalink.

5 Responses to યાચના..

 1. નિરાલી says:

  Simple and sweet prayer! May God bless you..

 2. હાર્દિક પીઠડીયા says:

  nice prayer….

 3. અપેક્ષા સોલંકી says:

  ઓ ઈશ્વર! ભજીએ તને,
  મોટું છે તુજ નામ!
  ગુણ તારા નિત્ય ગાઈએ,
  થાય અમારા કામ! 🙂

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.