મૈત્રીની મીઠાશ

હે સખી ! મારી સહેલી ખાસ
છે તુજ વિના જીવન ઉદાસ,
મુજથી રહે તું દૂર ભલે
છતાંય સદા છો દિલની પાસ..

આફત પડી જીવન મહી
ના આવ્યું જયારે કોઈ પાસ,
તું અડીખમ ઉભી રહી
જાણે ધરતીની સાથે આકાશ ..

કાપી સાથે લાંબી મજલ
ના તૂટ્યો કદી આપણો વિશ્વાસ,
આ પ્રેમ નથી તો શું બીજું ?
તુજમાં વસે છે મારા શ્વાસ..

સંભારણા સમરું સદા
ઝગડા ,મસ્તી ને સહવાસ ,
હસતી આંખે વરસે ઝરણ
યાદો તારી છે એવી ખાસ..

અંધારું મને નડતું નથી
દોસ્તીમાં તારી છે ઉજાસ,
જીવન કરે સુગંધી -મીઠું
તારી મૈત્રીની સુવાસ,
આ તારી મૈત્રીની મીઠાશ ..

Be Sociable, Share!
This entry was posted in કાવ્ય. Bookmark the permalink.

8 Responses to મૈત્રીની મીઠાશ

 1. નિરાલી says:

  Thank God I’m not diabetic.. 😉

  Like you, I’m also lucky in having sweetest friends.. So, i understand what it means to have such friends..

  Nice one & as this is dedicated to me also.. Thanks.. 🙂

 2. Shabnam Khoja says:

  hahaha…ya surely dear… u r alwz welcome.. 🙂

 3. RAJESH N CHAUHAN says:

  ખુબ સરસ સબનમ દીદી
  મિત્રતા વિશે ના વિચાર

  અભિનંદન

 4. અપેક્ષા સોલંકી says:

  મૈત્રીની મીઠાશ જેટલી જ મીઠી રચના..

 5. મુસ્તાક says:

 6. Anonymous says:

  wahh…..nice song

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.