એવું પણ બને ..

હું કરું તને સાદ એવું પણ બને,
થાય સ્વપ્નમાં સંગાથ એવું પણ બને ..

ભર વસંતે આવે જયારે યાદોની હેલી ,
વરસે અશ્રુનો વરસાદ એવું પણ બને ..

તું અજાણ મુજથી ને હું અજાણ તુજથી ,
તોયે થાય સંવાદ એવું પણ બને..

માંડું હું વાત મારા જીવન તણી,
ને કાવ્યનો ગુંજે નાદ એવું પણ બને..

Be Sociable, Share!
This entry was posted in કાવ્ય. Bookmark the permalink.

7 Responses to એવું પણ બને ..

 1. નિરાલી says:

  વાહ! સરસ!
  અશ્રુનો વરસાદ તો વરસે છે પણ ખરો વરસાદ તો આ વખતે યાદોની હેલી રૂપે જ આવ્યો છે.. 😉
  Keep up..

 2. Like it !!! Hota hai…, kabhi kabhi aise bhi hota hai!!

 3. shabnam khoja says:

  ha ho sakta hai….thank u..

 4. ચેતના ભટ્ટ says:

  Wow..yaar very nice…!

 5. અપેક્ષા સોલંકી says:

  વાહ! એક સાદી, સરળ, સુંદર, હૃદયસ્પર્શી રચના!

Leave a Reply to shabnam khoja Cancel reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.