એક બળબળતી બપોર,સાડા ત્રણ વાગ્યે…
વિચાર ઉડી ને ગયો..
વરસાદી માહોલમાં..
જુલાઈ,પહેલી જુલાઈ સાંજે સાડા ચાર વાગ્યે..
કઈ છૂટી ના જાય તેમ ડીકકી ચેક કરી..
ધડામ કરી બંધ કરી,
ફૂલ સ્પીડમાં ચાલતી સ્કુટી પર અચાનક બ્રેક…,
જેમ તેમ સ્કુટી પાર્ક કરી,
થોડી સ્વસ્થ થઇ.
તું,રેડ શર્ટ,બ્લુ જીન્સમાં મારી રાહ જોતો..
તારા ફ્રેન્ડની લાંબી મોટી ગાડી..
હળવું હળવું મ્યુઝીક…
ટાઢક ની ચાદર ફેલાવતું A .C .
એ ટેકરી વાળું મંદિર..
હાથમાં હાથ લઇ પગથીયા ચડ્યા..
કદી ના છોડવાના જાણે..
ઝરમર વરસાદમાં ભીંજાતા હૈયા..
મારી ઓઢણીનો છેડો,
ઉડી ઉડીને તને સ્પર્શતો..
લાગ, જાણી તે મોઢું લુછ્યું.
બંનેનું અલક મલક હાસ્ય..
કૈક કેહવું છે …પણ જીભ ઉપડતી નહ્તી..
બસ,
એ તારી મારી અડધી અડધી Dairy Milk ની મીઠાશ…
જોશથી ,દરવાજો ખટક્યો…’ખટ – ખટ’
મેં ખીજથી પૂછ્યું…
કો….ણ છે…???
મેમસાબ દૂધવાલા…:-(
આને કે’વાય એક ખટ-મીઠી રચના.. 😉
મસ્ત.. 🙂
સરસ !
Simple, yet different! nice…
સુંદર! અતિસુંદર!
Mast Mithi Rachna…..:-)