જીવનનું સત્ય દુઃખમાં અવિરત ફળ્યા કરે છે,
માટીનું પિંડ છેલ્લે એમાં ભળ્યા કરે છે!
અકબંધ છું જુઓ જો, ના ઘાવ ના ઘસરકો,
ભીતર હશે શું એ જે કાયમ બળ્યા કરે છે?
ના છે ગમોનું મારણ, ના છે વ્યથાનું ભારણ,
ક્ષણ એક દિલનું તૂટવું, કાયમ કળ્યા કરે છે!
ના, લાગતો નથી ડર, કંઇ મોતથી મને પણ,
હંમેશ જીવવાને બહાનું મળ્યા કરે છે!
હા, થાય, હોય, ચાલે, ચાલ્યા કરે ‘નિરાલી’,
જીવનનું આ વલણ બસ કાયમ નડ્યા કરે છે!
વાહ! વાંચીને એવું લાગ્યું કે કોઈ બહુ અનુભવી કવિએ જીવનનો નિચોડ ગઝલમાં રજુ કર્યો છે.. Speechless! Proud to be your sis.. 🙂
Such a big compliment dear.. Thank you very much.. I’m also proud to have you.. :*
અકબંધ છું જુઓ જો, ના ઘાવ ના ઘસરકો,
ભીતર હશે શું એ જે કાયમ બળ્યા કરે છે?
wahhhh very nice yar….ekdum suprrrrrrrrr…
હા, થાય, હોય, ચાલે, ચાલ્યા કરે ‘નિરાલી’,
જીવનનું આ વલણ બસ કાયમ નડ્યા કરે છે!
…..aa j life 6… mast ek dum.. gr8 job… 🙂
Superlyk…!!!
Thank you very much Shabnam..! 🙂 🙂
Thanks imran ji..!
( & this is the 1000th comment on our site..! 😉 )
realy ma aavu j che
Yup.. True.. Thanks for the appreciation Jaydeep ji.. 🙂