વ્હાલી માં

મારી નવી રચના મારી વ્હાલી માં માટે ..I Love U Maa…

માં , ઓ માં ! મારી વ્હાલી માં ,
તારો ખુબ ખુબ આભાર.

તું મને આ જગમાં લાવી ,
સુંદર ઉછેર કરી મારી દુનિયા સજાવી ,
સંસ્કારી બનાવી ,સીંચી સુંદર સંસ્કાર ,
વ્હાલી માં ! તારો ખુબ ખુબ આભાર ..

નવ-નવ મહિના તારા દેહમાં સમાવી ,
અસહ્ય પીડા વેઠી આ દુનિયામાં લાવી ,
તોયે હતો હૈયે હેત અપાર ,
વ્હાલી માં ! તારો ખુબ ખુબ આભાર ..

કેટલાયે દુઃખો વેઠી સુખ અમને આપ્યા ,
કટુ પોતે ખાઈ મધુ અમને ખવડાવ્યા ,
કદી ના કર્યો તે દુઃખનો ઉહ્કાર ..
વ્હાલી માં ! તારો ખુબ ખુબ આભાર ..

ફરી જો હું આ ધરતી પર આવું,
તારી જ કુખે હું અવતાર પામું ,
ફરી પામે ‘શબનમ’ તારો પ્રેમ અનરાધાર ,
વ્હાલી માં ! તારો ખુબ ખુબ આભાર ..

Be Sociable, Share!
This entry was posted in કાવ્ય. Bookmark the permalink.

5 Responses to વ્હાલી માં

 1. અપેક્ષા સોલંકી says:

  જનની ની જોડ સખી નહિ જડે રે લોલ.. 🙂

  Good one dear..

 2. Shabnam Khoja says:

  thank u.. 🙂

 3. નિરાલી says:

  Really.. The best blessing..

  & a very good job done by you.. 🙂

 4. Shabnam Khoja says:

  thnx dear.

 5. મુસ્તાક says:

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.