અટકાયેલો અધવચ્ચે
ન રસ્તો ન ચીલો
છું તારી જ રાહ પર અય ખુદા,
પણ દિશાશૂન્ય …
થાકી ગયો છું..
ન રસ્તો ન ચીલો
છું તારી જ રાહ પર અય ખુદા,
પણ દિશાશૂન્ય …
થાકી ગયો છું..
રોજ રોજ……. નમાઝ
સજદા
બંદગી,
તને પામવાના અખતરા કરી
અય ખુદા,
થાકી ગયો છું..
થાકી ગયો છું..
છળ્યો ખુદને ….
કરી માનતાઓ,
હતું એ જ તો નસીબ મારું,
લોબાન,
મુસ્સલ્લો ,
તસ્બીહ,
ભાર આ સમજણ કેરો ઉંચકાતો નથી,
અય ખુદા….
થાકી ગયો છું..
લગભગ એક યુગથી
નથી આવ્યું કોઈ આંસુ લુછવા,
ભાર આ ભીંજાયેલી પાંપણોનો ઉંચકાતો નથી,
અય ખુદા…
થાકી ગયો છું
બેસી રહ્યો માથે હાથ દઇ,
નામ દઇ નસીબ નું આ “મુસ્તાક”,
નઝર કર રહેમ ની,
કરમ કર અય ખુદા,
તુજ હાથે ઘડાઈને
તારા જ આ જગમાં,
થાકી ગયો છું..
તુજ હાથે ઘડાઈને
તારા જ આ જગમાં,
થાકી ગયો છું..
બહુ જ.. બહુ જ.. બહુ જ મસ્ત.. 🙂
લગભગ એક યુગથી
નથી આવ્યું કોઈ આંસુ લુછવા,
ભાર આ ભીંજાયેલી પાંપણોનો ઉંચકાતો નથી,
અય ખુદા…
થાકી ગયો છું.. વાહ!
ચાલો હવે આરામ કરી લ્યો.. એટલે થાક ઉતરી જાય.. 😀
હમેશ ની જેમ ફરી તારી પોતીકી સુફી સોચ તારા સ્પેશિયલ અંદાઝમાં અમારા સુધી પહોંચી શકી છે..
પણ થોડા દિવસો પહેલાં તેં જ કહ્યું હતું કે
તો પછી આજે તું જ કેમ નસીબને હાથ દઈને બેઠો?
અને આ વાંચી ને એક શેર યાદ અવે છે..
अजब चराग हूँ दिन रात जल रहा हु किस लिए,
मै थक गया हूँ, हवा से कहो बुजा दे मुझे…
બાકી હવે તો અમારાથીય ભીંજાયેલી પાંપણનો ભાર નથી ઉંચકાતો…