મિત્રો, આ કાવ્ય મારા કાર્યને સમર્પિત છે…મારા શિક્ષકો કે જેમણે મારા જીવન ઘડતરમાં ભાગ ભજવ્યો તેમને હું નમન કરું છું .. ને હું ખરેખર ખુશ છું કે હું એક શિક્ષક છું, ને હું પણ કોઈના જીવન ઘડતરમાં ભાગ ભજવી શકીશ..
બાદશાહ ભલે બિરાજતો ઉચ્ચ સિંહાસને ,
હું તો બાળ હૃદયાસને બિરાજતો શહેનશાહ છું,
હા, હું એક શિક્ષક છું..
છળ,પ્રપંચ ને દાવપેચ સાથે કામ કરવું પડે લોકોને ,
મારું કામ નિર્દોષ હાસ્ય સાથે,
અહા! કેવો ભાગ્યશાળી હું શિક્ષક છું..
CRC, BRC ,SMC અને બીજા ઘણાય સિંહ ,
બધા સાથે કુનેહપૂર્વક કાર્ય કરતો
એવો હું શિક્ષક છું ..
વસ્તી ગણતરી , ચુંટણી કે હોય ભલે ગુણોત્સવ,
બધાને હિંમતભેર પાર કરતો ,
સક્ષમ હું શિક્ષક છું..
વર્ગમાં મ્હાલું તો વનરાજથી ઓછો નહીં,
પણ હૈયે હેત જનની સરીખો,
એટલે જ ‘માસ્તર’ કહેવાતો,હું શિક્ષક છું.
ભારતનું ભાવિ ઘડાય વર્ગખંડોમાં ,
એ ભાવિનો હું ઘડવૈયો છું,
તેથી ગર્વથી કહું છું કે હું એક શિક્ષક છું.
હું એક ડૉક્ટર છું.. 😉
Absolutely true.. Always a respectable profession.. 🙂
Very nice..
yes..thnx dear
હું પણ એક ડૉક્ટર છું.. 😀
But truly said.. શિક્ષક દરેકના ઘડતરમાં બહુ મહત્વનો ભાગ ભજવે છે.. ને મને ગર્વ છે કે હું આજે જે છું એ પણ મને મળેલા શિક્ષકો અને એમના પ્રોત્સાહનોના લીધે.. 🙂
very very very nice..
શિક્ષક એ શિક્ષક
વાહ.. બાદશાહ વાહ..
ખરેખર એક શિક્ષકની બધીજ ખૂબીઓનું ખૂબ જ સુંદર નિરૂપણ કર્યું છે..
આ વાંચીને કોઈને પણ પોતાના ગુરુની યાદ આવી જ જાય.. ભારતના ભાવિને ઘડનારા ભાગ્યશાળી શિક્ષકનું પરફેક્ટ વર્ણન…
અને હું તો જેટલી વાર આ વાંચું છું તેટલી વાર મારા શિક્ષક-કાળના સંસ્મરણોમાં સરકી જાઉં છું..
(હું એક કવિ છું…)
abharrrrrr sir…khub khub aabhar. 🙂
હવે ખબર પડી ગઈ કે તમે કોઈના જીવન ઘડતર ના પ્રણેતા છો અને તે તમારૂં કર્તવ્ય છે…
અદભુત છે
ક્યાં બાત…….
ક્યાં બાત…….
ક્યાં બાત…….
khub khub abhar.. 🙂