રહી ગયા

હતા આ હૈયે કેટલાય અરમાન,
થોડા પુરા થયા,
થોડા રહી ગયા..
હશે નક્કી કંઇક
તકદીર ની જ આ વાત
ખોટા આગળ નીકળી ગયા,
ને સાચા ત્યાં જ રહી ગયા..

લોખંડના જુના દરવાજા જેવા,
હાલ ના સમયે સૌ હૃદય,
સળિયા લાગણીઓના સડી ગયા
બસ ચોકઠાઓ રહી ગયા

હજુ પણ ભટકે છે
ઊંચી ઊંચી ડિગ્રીઓ ના વજન સાથે
તેજસ્વી વિદ્યાર્થીઓ
વજન કાગળ માં હતો,
કાગળ પર નહિ,
એટલે જ લાયક પદવીથી રહી ગયા..

કઈ પામવું હોય
તો કઈ કરવું પણ પડે,
જેણે કબજો કર્યો
પ્રદેશ એનો
ને આપણી સરકાર પાસે
કાશ્મીરના માત્ર નકશા જ રહી ગયા..

સુરક્ષિત હવે કોને સમજવું,
એ પ્રશ્ન પણ હાલ ના સમયે બહુ મૂંઝવે,
ઉપાડી જવાયા આખેઆખા એ.ટી.એમ. ના મશીન,
ને સી.સી. કેમેરા ના ફૂટેજ રહી ગયા..

ધર્મ ના નામે ભોળવાઈ જવું,
એ આપણા સૌની આદત રહી “મુસ્તાક”
એટલે જ આપણા પ્રજાસતાક માં
ધુતારાઓ શાષક
ને આપણે વોટબેંક બની ને રહી ગયા..

Be Sociable, Share!
This entry was posted in કાવ્ય. Bookmark the permalink.

4 Responses to રહી ગયા

 1. નિરાલી says:

  તાજેતરની ઘટનાઓનું એકદમ સચોટ નિરૂપણ.. મસ્ત..!

 2. અપેક્ષા સોલંકી says:

  very true.. 🙂

 3. આશિષ says:

  મુસ્તાકભાઈ… આને જ તો કલયુગ કહેવાય…

  रामचंद्र कह गए सिया से, ऐसा कलयुग आएगा..
  हंस चुगेगा दाना तिनका.. कौवा मोती खायेगा..

  અને, ક્યાંક આવુંય વાંચ્યું હતું:

  जनसेवक के भेस में नेता लूटमार मचायेगा,
  “रामचरित” के रीमिक्स को, “रेशमिया” ही गायेगा…

 4. SHARAYAN ( DR. SHREENIWAS RAUT ) says:

  NOTHING WILL REMAIN

  this land was ruled by truth ,
  this land was also ruled by myth .
  nothing is called heaven above ,
  nothing is called the hell beneath .

  i have donated u gonorously ,
  i have taken away & made u bare .
  everything is right from here,
  & everything will remain here.

  the life is a chance to make u effort ,
  u will do or u will suffer .
  i am the creator & i have to rear,
  i will destroy if i am not happier.

  SHARAYAN ( DR. SHREENIWAS RAUT )

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.