મોંઘવારી..

હમણાં બજેટ આવ્યું.. આપણને આમ તો કોઈ ફાયદો થયો નહિ.. પણ મને એક ફાયદો જરૂર થયો અને એ એ કે ઘણા સમયથી અધૂરી રહેલી ‘મોંઘવારી’ પરની રચના આજે પૂરી થઇ ગઈ.. 😉

નજર જ્યાં પડે ત્યાં જોવા મળે છે હવે ચહેરાઓ વ્યાકુળ,
ચોરે ને ચૌટે બધે વાગે છે સૌને મોંઘવારી નું શૂળ!

લાખ લાખ રૂપિયાના ડોનેશન ભરો ને જ્ઞાનના નામે મીંડું,
ઉધઈ એવી લાગી મોંઘવારીની કે હલી ગયા શિક્ષણના મૂળ!

પેટ્રોલ ને ડીઝલ તો ઠીક મારા ભાઈ! ખાવા-પીવાનો ખર્ચો તો કાઢું,
બે ને બે ચાર છેડા ભેગા કરવામાં ઉકલી ગયા કુળ ના કુળ!

જીવતર લાગે છે અકારું એને ને મરતા કરે છે વિચાર,
કેમ બાળશે મને કેમ દાટશે, હવે મોંઘા છે લાકડા ને ધૂળ!

હવા પર કોઈ હવે ટેક્સ લગાવો, તો શ્વાસો ના લાગે અનુકૂળ,
ચોરે ને ચૌટે બધે વાગે છે સૌને મોંઘવારી નું શૂળ!

Be Sociable, Share!
This entry was posted in કાવ્ય. Bookmark the permalink.

7 Responses to મોંઘવારી..

 1. અપેક્ષા સોલંકી says:

  Wow! What a realistic expression!! Your poems are always on different & current topics which shows your versatility..! Good going!! Keep it up dear.. 🙂

 2. નિરાલી says:

  Thank you so much darling!! :*

 3. Great!!!
  બે ને બે ચાર છેડા ભેગા કરવામાં ઉકલી ગયા કુળ ના કુળ!
  where the ‘common’ man still finds it difficult to meet the ‘ends’, ‘inflation’ doesn’t have any effect on our so called ‘leaders’ they still enjoy in ‘crores’ of ‘courruption’ , and it really hurts when you have a ‘true-economist’ like Mr.Manmohan Singh at the helm of the affairs,
  what can we do?,
  કેમ બાળશે મને કેમ દાટશે, હવે મોંઘા છે લાકડા ને ધૂળ!
  good!!! keep the ‘blood’ flowing!!!

 4. નિરાલી says:

  Totally agreed Sir.. Thank you very much for the appreciation.. 🙂

 5. આશિષ says:

  જ્યાં સુધી ભૂખ્યા રહેશે ભ્રષ્ટાચારી
  ત્યાં સુધી નહી ટળે મોંઘવારી…

  સૌ ને ભ્રષ્ટ – મોંઘેરા નેતાઓ મુબારક..

  બહુ જ મસ્ત લખ્યું છે…

 6. નિરાલી says:

  True.. N Thanks.. 🙂

 7. મુસ્તાક says:

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.