ફાલ

જુઓ ને

આ વાડી માં વસંત આવી ,
આંબામાં ફાલ આવ્યો છે
ઓલ્યા ખેડુંના હરખ્યા નયન ,
આંબામાં ફાલ આવ્યો છે
અલગ હશે કૈક આ વખતે હોળી ,
લાગણીઓ ના કરશું ગુલાલ
રંગોની કોઈ વાત ના પૂછો,
બાગમાં કેસુડાનો ફાલ આવ્યો છે
દુઃખના દહાડા હવે વાર્તા થઇ,
સુખ ,સાહ્યબી ને સગવડ જોઈ લ્યો
પૈસાની કોઈને ક્યાં પડી ,
જુઓ સમૃદ્ધિ નો ફાલ આવ્યો છે
હર એક જણ ની અલગ  કથની,
હર એક આંખે ‘નવી આશ ‘
કોઈ કાન ધરે તો હું પણ કહું “મુસ્તાક”,
આ હૈયે  કઈ નવા ઝખ્મો નો ફાલ આવ્યો છે
Be Sociable, Share!
This entry was posted in અછાંદસ, કાવ્ય. Bookmark the permalink.

6 Responses to ફાલ

 1. Shabnam khoja says:

  wah… holi na parv par saras majani rachana…

  ” aam aar par bhinjave sugandh tari…
  bhale avi bhale aavi tu rutuo ni rani..”

 2. નિરાલી says:

  Woooow! A little different one & full of joy (except for the last part!)..

  Like it.. Like it.. Like it.. 🙂

 3. અપેક્ષા સોલંકી says:

  Aha! આપણને તો આ ફાલ ગમ્યો.. 🙂

 4. ‘Reality’ bites as they say it, so .. last part is more important then the first one!!
  Mustak bhai, you are great!!!

 5. આશિષ says:

  બધા પોત પોતાની સમૃદ્ધિ/ખુશીની કથની કહેવામાં વ્યસ્ત છે… પણ આ બાજુ કોણ જુએ છે.. અમે પણ અમારા ઝખ્મોથી સમૃદ્ધ છીએ..

  વાહ ભાઈ વાહ… એક દમ ચોટદાર.. મજેદાર..

 6. મુસ્તાક says:

  thx frnz..

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.