છે હરીફાઈ નો આ જમાનો,
જરૂરતથી વધારે અહીં દોડધામ થાય છે.
નિયમો હજી એ જ ચાલે છે અહીં ,
મોટી માછલી નાની માછલી ને ખાય છે..
છે આડંબરો ની જ આડ અસર,
કે નબળા થયા છે નાતા અહીં,
નાટક નો જમાનો છે આ
દેખાડો લાગણીઓનો સંબધો ને કોરી ખાય છે..
પડ્યો રહે પ્રેમ પથારીએ
વેદનાનું પડખું સેવતો,
શું થશે આ જગ નું,
આ ચિંતા ફકીરોને કોરી ખાય છે..
એક હાથ દે
એક હાથ લે
સમાજ ની આ પ્રથા બની
નિશ્વાર્થ સેવા ટકશે કે?
આ વાત માનવતા ને કોરી ખાય છે..
માયા ની દોટ માં વય વિતાવી,
ના જોઈ લાગણીઓ ને લગીર,
કંપતા આ વૃદ્ધ હાથો ની લાકડી હવે કોણ બને “મુસ્તાક”,
આ વાત એકલતા ને કોરી ખાય છે..
Very true.. It shows that side of world that we mostly face.. Nice one.. 🙂
Very good Mustak bhai!
શું થશે આ જગ નું, આ ચિંતા ‘ફકીરોને’ કોરી ખાય છે..
Truely said.. Keep up..
thx frnz..