મિત્રો આજે હું મારા પાપા ની લખેલી એક રચના તમારી સમક્ષ મુકું છુ .
વારેં કેર અસાં સે હી વે જનમ જ વેર (વાળ્યા કોણે અમારી સાથે આ ગયા જનમ ના બદલા)
મૌલા મુંજા હી કેડો થઇ વ્યો કેર
સજ ઉગી ને સઉં થયો તે (સૂરજ ઉગી ને સવળો થતો હતો)
તડે ઉડી વઈ મુલકતા તોજી મહેર (ત્યારે ઉડી ગઈ દુનિયા પરથી તારી મહેર)
પળવાર મેં પૈવૈયું પોકારું (પળવાર માં પડી ગઈ પોકારો)
માતમ મચી વ્યા ચોફેર (માતમ મચી ગયા ચોફેર)
મૌલા મુંજા હી કેડો થઇ વ્યો કેર
ભુજ અંજાર ને ભચાઉ ડસો આઈ (ભુજ અંજાર ને ભચાઉ જુઓ તમે)
છણીપયા ઉ છૂગેર (પડી ગયા એ છોગાળા)
વાગડ ત સાવ વગડો થઇ વ્યો (વાગડ તો સાવ વગડો થઇ ગયો)
સુન લગી આયે ચોફેર (ભેંકાર થઇ ગયું છે ચોફેર)
મૌલા મુંજા હી કેડો થઇ વ્યો કેર
નત નૈયું મઠાઈયુ ભણે જત (નિત નવી મીઠાઈઓ બનતી હતી જ્યાં)
ઉતે પ્યા અઈયે પાયણે જ ઢેર (ત્યાં પડ્યા છે પત્થરોના ઢગલા)
હલે જા પણ હંધ ન વે (ચાલવા નો પણ જ્યાં માર્ગ ન હોય)
ઉત સુના થઇ વ્યા ઉ શેર (ત્યાં સુના થઇ ગયા એ શહેર)
મૌલા મુંજા હી કેડો થઇ વ્યો કેર
હિન્ધુ મુસલમાન જી હકડીજ અંતિમ વિધિ (હિંદુ મુસ્લિમ ની એક જ અંતિમ વિધિ)
અનમે અચે ન જરા ફેર (એમાં આવે નહી જરાય ફેર)
નાત જત જા વાડા કડા વ્યા (નાત જાત ના વાડાઓ ક્યાં ગયા)
તું સગી નઝર સે નેર (તું સગી આંખોથી જો)
મૌલા મુંજા હી કેડો થઇ વ્યો કેર
રજવાડા પણ અચી વ્યા રોડ તે (રજવાડા પણ આવી ગયા રોડ પર)
કઈક કરોડ પતિ કુબેર (કેટલાય કરોડપતિ કુબેર)
મંગ્ધે ઉ પણ સખી વ્યા (માંગતા એ પણ શીખી ગયા)
જોકો ક્યોં તે લીલા લેર (જેઓ કરતા હતા લીલાલહેર)
મૌલા મુંજા હી કેડો થઇ વ્યો કેર
કર કરમ અસાંજે કચ્છ મથે (કર કરમ અમારા કચ્છ ઉપર)
ડે ખુસીયું ને ખેર (આપ ખુશીઓ ને શાંતિ)
” મહંમદ ” ચે તો અયે મુંજા મૌલા (મહમદ કહે છે એ મારા મૌલા)
તું કજે મની તે મેર (તું કરજે બધા પર મહેર)
મૌલા મુંજા હી કેડો થઇ વ્યો કેર..
ખૂબ જ સરસ,
લાટ લગી કવિતા
‘भूकंप’ का दर्द, मानव जीवन की ‘क्षण भंगुरता’, प्रकृति के आगे हमारी ‘हतबलता ‘ को व्यक्त करती यह ‘रचना’ दिल को झकझोर करती है,
और आखिर में शरण में जाने को बस एक ही स्थान, वह सर्व शक्तिमान परमात्मा!
‘ तू बक्शीश कर, सभी का है तू , सभी तेरे – खुदा मेरे, तू बक्शीश कर! तेरी है जमीं-तेरा आसमा’…
મહમ્મદ અલી એક નામી કચ્છી કાલકાર છે, અને કચ્છી સાહિત્ય અને સંગીતની સાચી સમજણ એમને છે. એક નામી સાહિત્યકાર, અને રેડિયો આર્ટીસ્ટ તરીકે તેઓ પ્રખ્યાત છે..
@મુસ્તાક: we want more!
ખુબ જ સરસ અને હૃદયસ્પર્શી..
thx frnz..
@ palu bha aajo khub khub aabhar…))))
N ash papa ni radio prog. Ni mp3 bnavvanu kam chalu j che….. Thx alll
dost he vat lay comment karni agari aay ….ankhiye thi nerelo & dil me avselo aay bas hath thi lakhejo agro aay
Very touching..!
thx frnz…
Panjo kutchhh