ઉગતા સુર્ય ના રેલાતાં કિરણો માં તારી
અણીયારી આંખ ની જ્યોતિ અનુભવું છું .
ખીલતાં ગુલાબ ની કડી ઓં માં તારા
ગુલાબી હોઠ ની સુવાસ અનુભવું છું .
તરુવર ના પાંદડે પડેલ ઝાકળ ના બિંદુ માં
તારા પ્રેમ ની મીઠાશ અનુભવું છું.
શિયાળા ની ગુલાબી ઠંડી માં થતા
તાપણા ની ગરમી માં તારી બાહો ની હુંફ અનુભવું છું.
ભર ઉનાળા માં મધ્યાહન કાળે ,ધોમધખતા તડકા માં
તારા ગુસ્સા ની લહેર અનુભવું છું.
વર્ષા ઋતુ માં થતી વીજળી ની ચમક માં
તારી તેજસ્વીતા ની ઝલક અને
વાદળે થી વરસતા અમૃત કેરા જળ માં
તારા પ્રેમ ની વર્ષા અનુભવું છું .
સંધ્યા સમયે વાતા ઠંડા વાયરા માં તારો
પ્રેમ ભર્યો સ્પર્શ અનુભવું છું.
ટમટમતા તારલા વચ્ચે ચાંદ અને ચાંદની ના મિલન માં
હું તારી અને મારી આત્મા નો સહવાસ અનુભવું છું….
Bhot khub…..lajwab!!!!
Apne apne tajurbe hai…
Bad se badtar huvaa jata hai apna kalaam..
Pr kya kren ‘mustak’
Apne hi tajurbe hai…..
lagni bhina sambandho ni soneri kalpana nu chitran khoob sundar chhe….like it
Mohobbat sachi ho to waqt ruk jata hai,
Aasman lakh ucha ho magar jhuk jata hai.
Pyaar mein duniya lakh baney rukavat,
Agar Mohobbat sachi ho toh khuda bhi jhuk jata hai
આ તો શું રોજ રોજ કીબોર્ડ પર આંગળા વેંઠારવાનાં,
મોબાઇલનાં કીપેડ પર,
ફેસબુકનાં સ્ટેટસ મેસેજમાં,
ગુગલ ટોકનાં ખાનામાં,
ટહુકો પણ ટ્વીટરમાં,
જાણે કે જીભ નહિં કીબોર્ડને વાચા ફૂટી,
ટેરવા પર આખી કાનીયાત,
ફોટોમાં મિત્રોને મહાલતા જુઓ,
આનંદ અને દુઃખ, નિરાશા અને આશા,
ગુસ્સો અને ગાંડપણ,
સંવેદનાઓનાં પણ સીમ્બોલ,
સાવ એવું નથી કે બધુ ખોટું છે,
પણ થોડુ વધારે હાવી છે,
આપણાં પર,
કોઇ નશાની જેમ,
વ્યસનની જેમ,
બોસ બહુ થયું,
રૂબરૂ મળીશું…
nice 1 dear.. 🙂
keep up..
Good!!!