તો?

તો?
કરું પડ્યો રોજ નીતનવા આયોજન ભવિષ્ય ના.
પણ કારગત ના નીવડે તો?
ચલાવું આ હૈયા ની સુકી ધરતી પર આશાઓનું હળ
પણ વરસાદ  જ ના પડે તો?

પથ બાકી છે ઘણો હજી
એટલે જ તો હરણફાળ રહ્યો ભરી
પણ દરરોજ અણધાર્યા અવરોધો આવી પડે તો?

છે  હોંસલા બહુ બુલંદ
ડગ્યો ન ડગું કોઈથી,
પણ આ મારું જ શરીર
મને સાથ ન દે તો?

એકેક મિત્ર જાણે
તાજું રોપાયેલું છોડ મજાનું
જાળવણી કરું ખુબ
કોણ જાણે આગળ એકલતા મળે તો?

છે પ્રશ્ન એક રોજ સતાવતો મને
રાત-દી કર્યા એક જેમના માટે
બાદ મારા એ જ મને યાદ નહિ કરે તો?

ટીપી નાખું પુરુષાર્થ થી
હજુ એકવાર જીવન ને “મુસ્તાક”
પણ આ જીંદગી માં  *તા*  જ ન આવે તો?

* તા * :
મિત્રો લોખંડ જયારે ભઠી માં ગરમ થાય
ત્યારે એક એવી અવસ્થા માં આવે છે
જયારે તેને  લુહાર ધારે એમ વાડી શકે
અથવા  તો એને  ટીપી ને નવું જ આકાર આપી
શકે .લોખંડ ની આ અવસ્થા ને
કચ્છી ભાષા માં *તા* કહેવાય.
બહુ શોધવા છતાય પણ મને *તા*
નું ગુજરાતી શબ્દ મળ્યો નથી .
જો કોઈ પણ મિત્ર  ને ખ્યાલ હોય
તો માર્ગદર્શન આપે..

આ રચનાને શેર કરો..
This entry was posted in અછાંદસ, કાવ્ય. Bookmark the permalink.

5 Responses to તો?

  1. તો પૂછવાનું, આવું શાને થાય છે? ફૂલડાં ડૂબી જતા ને પથ્થરો તરી જાય છે.. 😉

  2. shabnam khoja says:

    wah..saras poem lakhi…
    poem ma “ta” no ta…na made to????????
    to kai nai…aa saro idea “ta” mate,, 😉 🙂

  3. જયદીપ લીંબડ , મુંદ્રા says:

     ઈશ્વર ની અદભુત રચના “ આંખો ”
    જ્યારે ખુલે ત્યારે દુનિયા તેને રડાવે, અને
    બંધ થાય ત્યારે એ દુનિયા ને રડાવે.

  4. નિરાલી says:

    તો?????? આ તાડ જેવો તો બધે નડે, નહિ?? 😀

    પણ શું થાય? બધું કરવું તો પડે જ.. 😉

  5. મુસ્તાક says:

    thx frnzzz

Leave a Reply