આ તો રીવાજ છે

એ વધામણી
તમારે ઘરે છોકરી આવી,
લક્ષ્મી આવી લક્ષ્મી,
ચાલો મીઠું મોઢું કરાવો,
આ તો રીવાજ છે..

માં ની લાડકી, બાપુજી ની દુલારી,
ભાઈઓની એ સોનપરી,
જોતજોતામાં મોટી થઇ,
ભગવાન સારું ઠેકાણું દે તો પરણાવી દઈએ,
આ તો રીવાજ છે..

મળ્યો મજાનો રાજકુમાર,
ને હોંશે હોંશે એ સુકન્યા સાસરે આવી,
સાથે ફ્રીજ, ટીવી, બાઈક સાથે લાવી,
આ તો રીવાજ છે..

થોડાક દિવસે બાપુજીએ કહ્યું,
કેટલીક માંગણીઓ પૂરી કરીશું?
હાલત તો જુઓ કેવી કરી છે આપણી લાડકી ની,
ભલે ને ઘરે બેસી રહે,
ના, ના, એમ ન કહેવાય, આપણે છોકરીવાળા રહ્યા,
આ તો રીવાજ છે..

વખત વહેતો ગયો, ઘણુંય કહેતો ગયો,
ડાઘ વધ્યા તન પર, ઘાવ વધ્યા મન પર,
ફરી એ લાડકી માવતર ગઈ,
ફરી પાછા માવતર આજીજી કરી સાસરે મૂકી ગયા,
આ તો રીવાજ છે..

જાણે એ કેવો દિવસ આવ્યો, વેદના ને રુદન સાથે લાવ્યો,
ફળિયામાં આ કેવો ડખ્ખો થયો, આ કોના રસોડામાં ભડકો થયો,
પોલીસ ને પણ મેળ પડી જાય, કહેકે કેસ કરી દેવાય,
આ તો રીવાજ છે..

માતા નું એ આક્રંદ, પિતાનું એ રુદન,
સમય જતા બંધ થઇ જાય છે,
બસ આ એક દહેજ જ છે “મુસ્તાક”,
જે બંધ નથી થતું,
કેમ થાય?
આ તો રીવાજ છે..

Be Sociable, Share!
This entry was posted in અછાંદસ, કાવ્ય. Bookmark the permalink.

9 Responses to આ તો રીવાજ છે

 1. इस रिवाज ने कितनों की बलि ली! फिर भी नहीं बदला, ये रिवाज, आज भी जारी है! रावण को जलना तो रिवाज है,हम देवियों भी को जलाते है, जिनको माता कहकर पूजते है, उन्हीको रिवाजों कई आड़ में ‘जलाते’ भी है! यह कैसा रिवाज है!

 2. નિરાલી says:

  એક એવો રીવાજ જેણે કેટલી માસુમ જાન લીધી છે.. જમાનો આટલો આગળ વધી ગયો હોવા છંતા પણ હજી આ રીવાજ એટલી જ હદે પ્રસરેલો છે..

  Very touching n true.. Superb work..

 3. shabnam khoja says:

  Kharekhar je dikri ne VAHALNO DARIYO kahie…je bijana gar ne potanu ne bija lokone potana kare 6..ene ava KU-RIVAJO ne karne bahuj sahen karvu padtu hoy 6.
  vry nicely expressed..

 4. It’s a shame to see these kind of things happening around us.. It’s so common even in this era.. When we say girls have become very much equal to boys, it might be true in relation to study or work, bt not in social status.. In most of the parts it hasn’t crossed 21st centuary yet..

  Your poem reflects that reality.. Amazingly written..

 5. મુસ્તાક says:

  thx frnz..

 6. rivaj ne kadhe evo rivaj joiye 6,agaru nathi kai bahu,bas sharuaat khud thi joiye 6.

  Khota dambh ni divalo todo, vahal na dariya ne uchhallava mokallash joiye chhe,

 7. મુસ્તાક says:

  thx devraj..)

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.