પ્રેમ નું દેશી નામું ….

   પ્રેમ નું દેશી નામું ….

માત પિતા નું પ્રેમ ઉધાર કરી,

                      તમારી મહોબ્બત જમા કરી હતી ..

એ બંધનો એ સંસ્કારો ઉધારી ,

                     તમારી પ્રીત ની શરૂઆત કરી હતી..

અમારી ખુશીઓં ,અમારી ઇચ્છાઓ ઉધારી,

                      તમારી અપેક્ષાઓ જમા કરી હતી..

બનાવ્યું કાચું સરવૈયું આપ‍ણા પ્રેમ નું,

                      તો બંને બાકીઓ સરભર થઇ હતી..

આ સરવૈયા ની બાકી પરથી ,

                      વ્હેમ ની શરૂઆત થઇ હતી ..

નફા નુકશાન ની ચિંતા વિના ,

                      પાકા સરવૈયા ની આશ રાખી હતી..

જોયું જયારે પાકું સરવૈયું,ત્યારે જાણ થઇ કે ,

                     તમારા પ્રેમ ની તો ઘાલખાધ પડી હતી..

પૂછ્યું સંસાર ને,દુનિયા ને, ઈશ્વર ને ,કે કેમ ન મળી અમને જમા બાકી???

ત્યારે જવાબ મળ્યો કે, એ પ્રિયતમ એ તો અમને નાદાર જાહેર કરી હતી……!!!

Be Sociable, Share!

About પલ્લવી જોષી

हम है मुसाफीर .. वक़्त हमसफर है.... रास्ते हजारों है. ..... पर मिट्टी ही मंजील है .
This entry was posted in કાવ્ય. Bookmark the permalink.

10 Responses to પ્રેમ નું દેશી નામું ….

 1. bijal says:

  toooooooo goood… 🙂

 2. mahendra says:

  soooooooooooo nice a/c

 3. નિરાલી says:

  Nice one.. 🙂

 4. જયદીપ લીંબડ , મુંદ્રા says:

  અરે આવી ઘાલખાધ નાદાર જાહેર તો થાય નહિ એની બાબત જે ચકાસવી પડશે

 5. લાગે છે કે m.com. કર્યું છે.. 😉 😀

  Good poem..

 6. પલ્લવી જોષી says:

  thnk u friends

 7. barot manoj says:

  i like your accont for love

 8. bhupopatel.bg@gmail.com says:

  Kya bat kya bat

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.