આખરે તુ આવ્યો ખરો..

dedicated to rain…

બુઝી ગયી હવે ધરતી ની પ્યાસ,
સૌના ચહેરા મા છે નવો જ ઉલ્લાસ,
પાણી મા છબ છબ ને અપાર છે આશ,
આખરે તુ આવ્યો ખરો..

થયું આગમન ને પલળી ચાતક ની ચાંચ,
થનગની ને મોરલા કરી રહ્ય છે નાચ,
દેડકા ના ડ્રાઉ ડ્રાઉ નો અંદાજ છે ખાસ
આખરે તુ આવ્યો ખરો..

લીલીછમ ધરતી દિસતી કઇક ખાસ
સજ્યો હોય જાણે નવોજ શણગાર
સાંભળી ને સૌનો સાદ
આખરે તુ આવ્યો ખરો..

સપ્ત રંગો થી શોભતું આ આકાશ,
મોકલાવતો ખુશીઓ સૌની પાસ,
કરી તે પુરી સૌની આશ,
આખરે તુ આવ્યો ખરો..

આ રચનાને શેર કરો..
This entry was posted in કાવ્ય. Bookmark the permalink.

2 Responses to આખરે તુ આવ્યો ખરો..

 1. નિરાલી says:

  આખરે તું આવ્યો ખરો.. 😉

  એકદમ વરસાદના વાતાવરણ જેવી ઉલ્લાસસભર રચના લઈને.. તાજગીભરી ને મસ્ત.. 🙂

  like it.. 🙂

 2. Superb.. બહુ સરસ છે..

  લીલીછમ ધરતી દિસતી કઇક ખાસ
  સજ્યો હોય જાણે નવોજ શણગાર
  સાંભળી ને સૌનો સાદ
  આખરે તુ આવ્યો ખરો.. મસ્ત..

Leave a Reply