ઓ કાળી કાળી વાદલડી તું આમ મને તરસાવ નહિ,
મન મુકીને વરસી જા આમ ટીપે ટીપે આવ નહિ .
જાણું છું આ રીત છે તારી તું મને સતાવે છે ,
કરી ગડગડાટી ગગનમાં તું મને બીવડાવે છે
પછી આમ વીજળી ચમકાવી આંખ તું મીચકાર નહિ
મન મૂકી ને વરસી જા આમ ટીપે ટીપે આવ નહિ ..
વરસીસ કે તું નહિ વરસ એ અટકણો અકળાવે છે,
હું ના જયારે ભીંજાઈ શકું ત્યારે જ નીર વરસાવે છે ,
આમ તરસ્યા હૃદયો ને હવે વધુ તરસાવ નહિ ..
મન મુકીને વરસી જા આમ ટીપે ટીપે આવ નહિ.
આ વ્રુક્ષ ને આ વેલીઓ પણ જો તને બોલાવે છે
ચાતક પણ રાહ જોઈ બેઠો તું ક્યારે વરસાદ લાવે છે ?
થનગનતા આ મોરલિયાને હવે રાહ જોવડાવ નહિ
મન મુકીને વરસી જા આમ ટીપે ટીપે આવ નહિ .
Hi Shabnam…
Welcome!
What a wonderful way to start!!
થનગનતા આ મોરલિયાને હવે રાહ જોવડાવ નહિ..
મન મુકીને વરસી જા આમ ટીપે ટીપે આવ નહિ!!
absolutely brilliant..!!..
Keep up..
want many more like this from you…
-Anjali
thank u sooooooo much Anjali….. 🙂
A very hearty welcome dear..
વરસાદની ઋતુમાં હવે આ તારું ગીત રાગ મલ્હારનું કામ કરે એવી આશ.. 😉
Superb one.. Keep it up..
Thanx Nirali…..
This all bcoz of some gud frnds like you… 🙂
આશા રાખું કે વાદલડી હવે તો વરસે ….;)
Welcome..
N what a nice start.. Exactly matching the situation.. Superb.. Keep it up.. 🙂
1ts of all very hrtly welcome in nai aash…..
bau mast lkahyu 6e….. v all r waiting 4 d rain and u hv explnd d situatn wid ur wrds very well……
kale megha kale megha pani to barsao…!!
Thanx Hardik…. 🙂
we r still waiting for d same…….. 🙁
i liked it very much! since i too have great hopes from Rain God! The whole life cycle depends on it. Hv already given my welcome note on face book, still once again Heartily Welcome , and keep it up!
Thank u so much…Avinash ji