સંદેશો..

સંદેશો પહોંચાડવા માંગું છું હું તમારા સુધી, કે આવે છે ખુબ તમારી યાદ..
દિવસ આખો હું ભીંજાઉ છું, વગર પાણી વગર વરસાદ..

બની ગઈ તમારી યાદમાં હું એટલી ભાવવિભોર,
કે સૃષ્ટિ જાણે જીવંત બની મારી ચારેકોર,
કુદરતનું એક એક અંગ જાણે કરવા લાગ્યું મને સાદ,
દિવસ આખો હું ભીંજાઉ છું, વગર પાણી વગર વરસાદ..

ધરતી અંગડાઈને હસી પડી, કહે સંદેશો પહોંચાડીશ હું,
પણ સૂરજ એટલો તપી ગયો કે ધરતીને લાગી ગઈ લૂ,
સંદેશો ન પહોંચાડ્યો મેં તારો, કર્યો ધરતીએ આર્તનાદ,
દિવસ આખો હું ભીંજાઉ છું, વગર પાણી વગર વરસાદ..

સૂરજ કહે, દુઃખી થઈશ ના, સંદેશો આપવાનું મારું કામ,
પણ વાદળો ખુબ ધસી પડ્યા, કહ્યું સૂરજ ને આવજો, રામ રામ!
જયારે અગ્નિથી પણ કામ ન થયું, તો હૃદયમાંથી નીકળી ફરિયાદ,
દિવસ આખો હું ભીંજાઉ છું, વગર પાણી વગર વરસાદ..

વરસાદે કહ્યું, હું કહીશ એમને, રાખ મારા પર વિશ્વાસ,
પણ પવન જોરથી વહી રહ્યો, વિખેરી નાખ્યા વાદળોના શ્વાસ,
આશ બચી નથી હવે દિલમાં, કોઈ તો બતાવો રસ્તો એકાદ,
દિવસ આખો હું ભીંજાઉ છું, વગર પાણી વગર વરસાદ..

પવને એમને કહેવાની, જોરશોરથી તૈયારી આરંભી,
પણ રસ્તામાં આવ્યો પર્વત અને પવન ગયો થંભી,
ન કરી શક્યો હું પણ, ગુંજવા લાગ્યો પવનનો નાદ,
દિવસ આખો હું ભીંજાઉ છું , વગર પાણી વગર વરસાદ..

આકાશ કહે, રાહ જોઉં છું હું, છે હવે મારો વારો,
કહું તારા પિયાને જઈને, છે એ ફક્ત તારો,
પડી રાત ને આકાશનો શમી ગયો ઉન્માદ,
દિવસ આખો હું ભીંજાણી, વગર પાણી વગર વરસાદ..

આખરે મળ્યો મને જવાબ, અને ડૂબી ગઈ હું મારી અંદર,
સંભળાયો એમનો અવાજ, કહ્યું મેં યાદ કરું છું તમને નિરંતર,
કહ્યું એમણે સતાવે છે એમને પણ મારી યાદ,
દિવસ આખો એ પણ ભીંજાય છે, વગર પાણી વગર વરસાદ..

Be Sociable, Share!
This entry was posted in કાવ્ય. Bookmark the permalink.

8 Responses to સંદેશો..

 1. Hema says:

  ગઝબ……………….
  ખુબજ સરસ લખ્યું છે……..
  વાંચવાની ખુબ મજા પડી……. ધરતી , સૂરજ, વરસાદ, પવન અને આકાશ એ બધાને બહુ સરસ રીતે વર્ણન કર્યા છે…
  keep it up
  :*

 2. હાર્દિક પીઠડીયા says:

  wooooow superbbbb
  its so nice apexaji…..
  every lines r so nice….

 3. નિરાલી says:

  પણ એટલું બધું કરવાની જરૂર શું હતી? એક કોલ કરી લેવો તો ને કે પછી ફેસબુક પર પોસ્ટ કરી દેવું તું.. હા હા હા.. Jokes apart.. It’s such a wonderful poem..

  જે રીતે તે કુદરતના તત્વોનો ઉપયોગ કર્યો છે, કાલિદાસ ની મેઘદૂતમ યાદ આવી ગઈ.. અરે વાહ ચકલી, તું તો મહાકાવ્યો ની હરોળ માં લખવા માંડી.. woooooooow.. m proud of you darling !!!

  પૃથ્વી, અગ્નિ, જળ, વાયુ અને આકાશ.. પંચમહાભૂતો નો અદભુત ઉપયોગ.. અને છેલ્લે અંતરાત્માનો અવાજ.. just great.. 🙂

  Umwaaaaaaaaaah.. :*

 4. ચેતના ભટ્ટ says:

  આય્હાય….શું વાત છે એપ્સ..???

  પડી રાત ને આકાશનો શમી ગયો ઉન્માદ,
  દિવસ આખો હું ભીંજાણી, વગર પાણી વગર વરસાદ..

  ખરેખર મીઠી મીઠી રચના છે હો..!!!

 5. thank you all..
  thanks nirs for explaining everything.. even i wasnt knowing that this poem has such a great meaning.. 😉
  ha ha ha..

 6. Anjali says:

  my my!!!
  this is really impressive!

  waahh!!

  really sweet n delightful ..

  and really luvd the end..
  both luvd ones suffer the same..
  (and coincidently, this closely matches the condition of ash-hems 🙂 )

  🙂
  luvly work Aps!!

  Keep up…
  :*

 7. Alka says:

  વાહ! મસ્ત કવિતા છે અપેક્ષા!

  હવેથી મને કહી દેજે.. હું પહોચાડી દઇશ.. 😉

 8. Very very good! the five elements (पंचमहाभूत) rule our life and teach us many many things and lead us to the ultimate ‘moksha’!

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.