શું કરું ?
કરવી છે ઘણીયે કામ ની વાતું
પણ કોઈ ને સમય નથી શું કરું ?
છે કરવાને ગણાયે ફેરફારો અહી
પણ એકલો છું શું કરું ?
ફરી આજે મોડું આવ્યું એ પાતળું દૂધ
પાણી આજે પણ મોડું આવ્યું
મનેય ખબર છે પણ શું કરું ?
ખબર છે કે કમીશન ની કમી ઠેર ઠેર ચાલે જ છે
નહીતો નજીવી બીમારી માં આવડા ટેસ્ટ ?
તો કહે છે કે ડોક્ટર સાહેબે કીધું છે શું કરું ?
ઘસમસતી ૧૦૮ નો પીછો પકડી ને
પહોચ્યો હું પણ ઘટના સ્થળે
ચિક્કાર પીધેલા ડ્રાઈવરે
ઓવર લોડ ટ્રક એક ઘર માં ઘુસાડી દીધી
ને ત્રણ પતિ ગયા
ઘેરી વળેલા ઘેરા માં ઉપડ્યું ગણગણાટ
હફ્તા ચાલેછે શું કરું ?
શોધવા પડે છે રક્તદાન માટે જરૂર પડ્યે દાતાઓ
ત્યાં નજીવી વાત માં
કાપી નાખેછે એકબીજા ને માણસ શું કરું ?
વેંચવા નીકળી પડે છે સાચું મધ
એ નાદાન ફેરિયો ગલી ગલી
સહેજ અંધારું થતાં જ જામી જાય છે ગીર્દી
ગામ ના એક ખૂણા માં પોટલી માટે શું કરું ?
કરેછે છેડે ચોક તગડ ધિન્ના
બિચારી પ્રજા ના પૈસે આ નફફટ નેતાઓ
જોઇને છે ચુપ આ બીકણ પ્રજા શું કરું ?
અનુભવું છું ખુબ જ ગર્વ
કહેવાઉં છું જયારે પણ ભૂલ થી ભારતીય
પણ બનાવી દેવામાં આવે છે ક્યારેક ગુજરાતી
તો ક્યારેક લઘુમતી શું કરું ?
કરું છું પ્રયાસ
એક એક ને સમજાવવાનો “મુસ્તાક”
પણ હર કોઈ નો છે જવાબ
હું શું કરું
પ્રયાસ તો કરવું જ પડશે ને મુસ્તાક ભાઈ, કોઈ જવાબ આપે કે ના આપે ! તમે તો એવી રીતે જ લખતા રહો, અને હું પણ તારી સાથે મળીને પ્રયાસ કરું !
હું શું કહું ?????
Mindblowing…….
Superb…………
🙂
વાહ મુસ્તાક ભાઈ વાહ….
ઘર, રાજનીતિ ,દેશ ,લાચારી .. બધું આવરી લીધું તમે તો,
ખૂબ સરસ લખ્યું છે.
મનેય વિચાર આવે છે કે હું શું કરું? અભિપ્રાય આપું કે નહિ? ચાલો, આપી જ દઉં.. 😉 Superbbbb.. And a lil changes needee, which i’v sent u.. 🙂
વાહ મુશી..
No words!!
Just awesome..
🙂
Aah…
Excellent…
Absolutely brilliant…
U have seen and expressed the dark side of the world very well.. Really luv the pain…
But just as Avinashji, we all together can make the difference…
Keep up…
When is your next one coming?
-Anjali
thanks frnz