વાત ન કર

કેટલુંક જોઈ  લીધું આટલી ઉંમર માં !!!
ને જાણે કેટલુંય હજી  બાકી છે !!!
જવા દે વાત ન કર
વાત મારી નહિ પણ નજૂમી ની છે
હાથ મારો જોઈ એના પર શું વીતી ?!?!
જવા દે વાત ન કર
છળ ………
કપટ……….
દગો………..
સ્વાર્થ ……..
એની ક્યાં વાત જ આવી !!!
એનો તો હું હવે આદિ થયો ….
ન પૂછ એ કહેવાતા સ્વજનો ના મીઠા બાણો સાંભળી શું વીતે છે
જવા દે .. વાત ન કર …
દુ:ખ…….
નવાઈ……
એવું કંઈ હવે લાગતું જ નથી
સાવ જડ જેવો હું થઇ ગયો છું
પણ તોય આ હાલત પર મારી
કોઈ નું ખંધુ સ્મિત કેટલું ખલે છે ..
કેમ કહું ?   જવાદે .. વાત ન કર ….
કર ભલા તો હો ભલા
એ બહુ સાંભળ્યું છે “મુસ્તાક”
પણ હાલ ભલા નું શું હોય છે એ ન પૂછ
જવા દે વાત ન કર……

Be Sociable, Share!
This entry was posted in અછાંદસ, કાવ્ય. Bookmark the permalink.

7 Responses to વાત ન કર

 1. BHARAT MAHESHWARI says:

  PURU THAYU BOSS HAVE VAAT N KAR
  VERY GOOD MUSSI

 2. હાર્દિક પીઠડીયા says:

  mustak bhai kya baat hai…..!!!

 3. નિરાલી says:

  ઓકે.. હું વાત નથી કરતી, બસ? 😉

 4. પણ ધારો કે મારે વાત કરવી હોય તો??

 5. बहोत खूब , मुस्ताक भाई !

 6. Anjali says:

  Waah!!

  કર ભલા તો હો ભલા
  એ બહુ સાંભળ્યું છે “મુસ્તાક”
  પણ હાલ ભલા નું શું હોય છે એ ન પૂછ

  absolutely true..

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.