રાત ઢળતી જાય છે

થઇ ગયું નિર્મળ હૃદય,
આંખો પલળતી જાય છે
સ્વપ્નને પાલવમાં લઈને
રાત ઢળતી જાય છે

મોજમાં એકલતાની
સુણવીછે દિલની ધડકનો..
ઓળખાણની ભીડમાં,
તબિયત કથળતી જાય છે

શેરી, રસ્તો, દરવાજો,
બારી ને ઘરનો ખાલીપો..
એના મિલનની રાહમાં
આંખો રઝળતી જાય છે

“આશ” તારા દર્દનો
દરિયો હશે નજદીકમાં,
કે ફૂલોની ખુશ્બુમાં
ખારાશ ભળતી જાય છે

Be Sociable, Share!
This entry was posted in ગઝલ. Bookmark the permalink.

9 Responses to રાત ઢળતી જાય છે

 1. Hema says:

  જાનુ,
  તમે ને તમારી ગઝલ બંને મસ્ત……..

  તમેન યાદ કરી ને ,
  દિવસ વીતી જાય છે ને,
  રાત ઢળતી જાય છે……..

  Love U So Much………….

 2. Gunjan says:

  Very nice!

  Loved this line:

  “આશ” તારા દર્દનો
  દરિયો હશે નજદીકમાં,
  કે ફૂલોની ખુશ્બુમાં
  ખારાશ ભળતી જાય છે

  Keep up….

 3. આશિષ says:

  Thanks Hems..

  Thanks Gunjan..

 4. ચેતના ભટ્ટ says:

  જીજાજી ખૂબ સરસ ગઝલ લખી છે.. બસ હવે તમે જે ગાઈ છે એ એડ કરી નાખો…!!!!!!

 5. હાર્દિક પીઠડીયા says:

  થઇ ગયું નિર્મળ હૃદય,
  આંખો પલળતી જાય છે
  સ્વપ્નને પાલવમાં લઈને
  રાત ઢળતી જાય છ
  very nice sir ji…….

 6. નિરાલી says:

  વાહ વાહ! વાહ વાહ! રાત માં ચાર ચાંદ લગાડી દીધા તમારી ગઝલ એ તો.. 🙂

  Just superbbbbbbbb.. Keep it up..

 7. તબિયત કથળી જાય તો મને કહી દો દવા લખી આપીશ.. 😉
  very nice.. keep it up..

 8. Very Good! Like….
  મોજમાં એકલતાની
  સુણવીછે દિલની ધડકનો..
  ઓળખાણની ભીડમાં,
  તબિયત કથળતી જાય છે, keep it up,!

 9. Anjali says:

  Just awesome…superb…

  “આશ” તારા દર્દનો
  દરિયો હશે નજદીકમાં,
  કે ફૂલોની ખુશ્બુમાં
  ખારાશ ભળતી જાય છે

  OMG!!!

  speechless!

  keep up!!

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.