જામ ભરતો રહયો………..

જીવન ભર કોઈ ના પ્રેમમાં તડપતો રહયો

મંજિલ ના મળી રસ્તાઓમાં ભટકતો રહયો,

મળી ના શક્યુ મને કદિ મિલન તમારુ

પાગલ પતંગા જેમ શમામાં સળગતો રહયો.

જે ચાહયુ એ ના મળ્યુ કદિ મળી ફકત જુદાઇ,

ભાગ્ય ના ખેલ સાથે સદાય રમતો રહયો.

જાણુ છુ નઇ સમજી શકે આ દિલ ના દર્દ ને કોઈ

છુપાવી ને મારા આ દર્દો હુ હસતો રહયો,

ના હતી આમ તો મને આદત આ મદિરા ની,

ક્યારેક ખુદ ને તો ક્યારેક એમને ભુલાવા જામ ભરતો રહયો.

Be Sociable, Share!
This entry was posted in કાવ્ય. Bookmark the permalink.

9 Responses to જામ ભરતો રહયો………..

 1. mustak says:

  ભાઈ ભાઈ !!!
  વાત માં દમ છે !!
  very nice …keep it up………..
  🙂

 2. ચેતના ભટ્ટ says:

  નહી …………….!!!!!!!!!!!
  અમારા ડાહ્યા ડમરાં હાર્દિક ને આ કોની નઝર લાગી છે…..હાર્દિક તું તું આવું લખીશ?????????
  જો લખવા સુધી તો ઠીક છે પણ જો આ વાત સાચી નીકળી ને તો…
  Well Well Relax………………..
  ખૂબ જ સુંદર લખ્યું છે હાર્દિક ભાઈ…………..
  ક્યારેક ખુદ ને તો ક્યારેક એમને ભુલાવા જામ ભરતો રહયો.
  its very nice…

 3. નિરાલી says:

  સરસ હાર્દિક.. મસ્ત લખી છે.. બસ આ રીતે જામ ભરતો રહેજે.. કવિતા ના.. 😉

 4. આશિષ says:

  વાહ ભાઈ વાહ…

  ક્યારેક ખુદ ને તો ક્યારેક એમને ભુલાવા જામ ભરતો રહયો….

  બહુ જ સરસ હાર્દિક…

 5. palu says:

  Nice poem,

 6. Anjali says:

  ના હતી આમ તો મને આદત આ મદિરા ની,
  ક્યારેક ખુદ ને તો ક્યારેક એમને ભુલાવા જામ ભરતો રહયો…

  !!?????

  So, basically this means that you’v NOW develped this habit rite?
  Hv to inform ur MOM!! 🙂

  dnt worry… just kidding… very nicely written this one too….

 7. જયદીપ લીંબડ , મુંદ્રા says:

  એમ તો હું પણ દુઆ કરતો હતો, પણ ખરી રીતે તો દુઃખો રડતો હતો.
  એ જ ડુબાડી ગયા મને મઝધારમાં,જેમના વિશ્વાસ પર હું તરતો હતો.

 8. જયદિપ લિમ્બડ , મુંદરા (કચ્છ) says:

  હાર્દિકભાઈ તમે આ કાવ્ય આમજ લખ્યું છે કે અનુભવ્યું પણ છે ,
  બાકી જે હોય તે,
  પણ થાય છે તો આવુજ કઈક ,
  ખરેખર તમે બહુ ટુકમાં ઘણું બધું કહી નાખ્યું છે.

  ખુબ સરસ પ્રયાસ છે તમારો …………………..

Leave a Reply to mustak Cancel reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.