તારી પ્રિતમાં એવું શું છે?

Radha Krishna

મિત્રો એવી કોઈ વ્યક્તિ નહીં હોય કે જેને કૃષ્ણ નું નામ સાંભળ્યું ને પ્રેમનો વિચાર નાં આવ્યો હોય…કારણ કે કાન્હા નું તો નામજ પ્રેમ સાથે જોડાય છે…એ નાનપણ નો નટખટ વ્હાલો કાન્હો જે માતા ને પજવી નાખતો , છતાંય માં ને વ્હાલો લાગતો …કે પછી રાધા નો કૃષ્ણ,જેમના પ્રેમને  આજેય લોકો પવિત્ર કહી ને પુજે છે..,કે મીરાં ની કૃષ્ણ ભક્તિ હોય,કે ગોપીઓ નો કૃષ્ણ પ્રત્યેનો “Platonic” પ્રેમ હોય..રુક્ષ્મણીજી નો પતિ પ્રેમ હોય…,કે પછી કૃષ્ણ -સુદામા ની મૈત્રી હોય ,કાન્હા તું તો આજેય પ્રેમ નાં પ્રતિક રૂપ પૂજાય છે..

કેહ ને કાન્હા તારી પ્રિતમાં એવું શું છે..?????

તને જોતા માત્ર પ્રેમ ની અનુભૂતિ થાય,

તારા નામ માત્ર થી ધન્ય થઇ જવાય.

બનું રાધા કે બનું મીરાં ,

આજે મને ગોપી બનવાનું મન થાય.

કેહ ને કાન્હા તારી પ્રીતમાં એવું શું છે..?????

બની રાધા તારા પર હક્ જાતવાનું મન થાય,

મીરાંની જેમ તને ભજી તારામય થવાનું મન થાય,

ક્યારેક તારી વાંસળીના સૂરો સાંભળતા ખોવાઈ જવાનું મન થાય.

કેહ ને કાન્હા તારી પ્રિતમાં એવું શું છે..?????

નાનો નાનો કાન્હો મારો નટખટ નંદ લાલો,

આજે મને તારી જશોદા માતા બનવાનું મન.

ખરેખર કાન્હા છે કોઈ આ જગમાં જેને પ્રેમ નાં આટલા બધા રૂપ બતાવ્યા હોય..???

હા, મને તારા થી પ્રેમ છે…

નોટ:- અહીં કાન્હા ને તું કહી ને બોલાવ્યા છે જે મારો એના પ્રત્યે નો પ્રેમ જ દર્શાવે છે,અહીં એ ટાંકવું યોગ્ય લાગે છે કે મને સુફી સોંગ સાંભળતા કૃષ્ણ ની યાદ આવે છે એ ગીત છે..

” સૂરીલી અખિયો વાલે….”

“સૈયાં… સૈયાં ..”

“તેરી દીવાની….”

–ચેતના ભટ્ટ

Be Sociable, Share!
This entry was posted in ગીત. Bookmark the permalink.

22 Responses to તારી પ્રિતમાં એવું શું છે?

 1. mustak says:

  ખરેખર અદ્ભુત !!!!!!!!
  કઈ પણ કહેવું મારા ગજા બહાર ની વાત છે
  બાકી વાત રહી સુફી ની તો હા એક શેર યાદ આવે છે
  बने सूफी जज़्बात में बहेने वाले
  कलंदर बने इश्क में जलने वाले
  वोह सब बन गए रंजो ग़म सहेने वाले ………….

 2. આશિષ says:

  એક લાંબી ખામોશી પછી એકદમ આમ અચાનક આટલું સરસ લઇ ને આવીશ એવી કલ્પના જ ન હતી..
  અને સરસ એટલે કેવું સરસ… કે વાંચીને એક જ શબ્દ નીકળે..
  વ્વાહ..
  અદભૂત..
  જે તારા દરેક કાવ્યમાં છે.. એ મીઠાશ.. એ પ્રેમ..
  ખૂબ ખૂબ ખૂબ જ સુંદર..

  આ વાંચીને તો કાન્હોય પ્રેમમાં પડી જશે..
  અને પુછશે.. ચેતા.. તારા ગીતમાં એવું શું છે..??
  ચાસણીમાં બોળેલી પેનથી લખે છે કે શું?

  🙂

  Keep up!!
  I need more!

  • ચેતના ભટ્ટ says:

   હા હા હા ….thanks jijs for the lovely comment n yes thanks for the perfect pix for my post…અને હા આ તમારી જે need more …વાળી ભૂખ છે ને એના લીધે જ હું વધુ ને વધુ સારું લખી શકીશ….Thank u…:-)

 3. Hema says:

  ખરેખર ચેતુ, ખુબજ સરસ લખ્યું છે …..
  કેમ આટલું સરસ લખાય જાય છે ?

  ખરેખર કાન્હા છે કોઈ આ જગમાં જેને પ્રેમ નાં આટલા બધા રૂપ બતાવ્યા હોય..???

  હા, મને તારા થી પ્રેમ છે…
  બહુ મસ્ત લાઈન છે…. અને તું પણ બહુ મસ્ત અને મિઠી છો……

 4. નિરાલી says:

  વાહ ચેતના! લાંબા સમય પછી ફરી એક મીઠી મીઠી રચના આપવા બદલ આભાર..

  તમારી દરેક રચના પ્રેમથી છલોછલ હોય છે.. એમાંય આ તો કાન્હા ના પ્રેમથી છલકે છે એટલે કોઈ એવું નહિ હોય કે જે પ્રેમમાં તરબોળ નહિ થઇ જાય..

  બસ આવી રીતે અમને હંમેશા ભીંજવતા રહેજો તમારી રચનાઓમાં..

 5. You really write very sweetly.. Wonderful.. કાન્હા અને પ્રેમ હમેશા એકબીજા સાથે જોડાયેલા હોય છે.. એ વાત ની ખુબ જ સુંદર અભિવ્યક્તિ કરી છે.. Keep writing di..

 6. Gunjan says:

  Very nice, full of love and devotion..
  I have read all your poems, but this is the best one…

  Good work all of you!

  Please carry on!

 7. ચેતના ભટ્ટ says:

  Thank u so much frendz……….

 8. Scrapwala says:

  i remember these lines from a song from film -‘naya din nayi raat’- ‘ bansi ki dhoon mein kho ja re.., mohan murari ka ho ja re! tan tera ban jaye bansi – man gaye krishna krishna…, !
  Good!

 9. જયદીપ લીંબડ , મુંદ્રા says:

  મારા શબ્દો મને પાગલ સાબિત કરે છે …
  હું જાણું છું કે સાચો પ્રેમ એક પાગલ જ કરે છે ….
  હાસ્ય પાત્ર બન્યો છું ..જમાનાની નજરો માં …
  હું પણ હસ્યો હતો .. પણ પ્રેમ માં તો રડવાની અલગ મઝા છે …

 10. niki patel says:

  khub sundar
  કેહ ને કાન્હા તારી પ્રીતમાં એવું શું છે..?????

 11. niki patel says:

  ખુબ સુંદર ચેતનાજી
  કોપી કરું છુ

  • ચેતના ભટ્ટ says:

   Hi niki u can copy it bt always write down ..d author name ok..

   enjoy coping…n u can copy d link also..

   Thanks for compliment..!

 12. Rashmi Savla says:

  Wonderful songs.tell you frankly Chetna, I was spellbound to read songs on ‘Kahana’.I have no words to express how to congratulate you. But only I say never keep off yourself from writing such devotional songs. My best wishes with blessings from bottom of heart. Buckj up Chetna

 13. Rashmi Savla says:

  Wonderful script and wordings for Lord ‘Krishna’.Chetna, to tell you frankly. I didn’t expect such talent and I have no words to express feelings but only say not to keep off yourself away from literature and devotional script. My best wishes and blessings.

 14. Rashmi Savla says:

  ‘m impressed by wonderful and heart touching script of ” Kahana” to tell you frankly I have no words to express your talent, but only say don’t keep yourself away from literature and devotional world. Best wishes and blessings.

 15. Rashmi Savla says:

  Chetna. I have gone thro’ all your poems. Only word slips out from heart ” Superb” congrates

 16. ચેતના ભટ્ટ says:

  Thank u so..much Uncle..!

 17. Akki says:

  The way you expressed your feelings through words is mesmerizing

 18. Chetna Bhatt says:

  Thank you All for your Love♥️

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.