મિત્રો હું કોઈલેખક કે કવિ નથી
પણ મારા પ્રિયજનો ,મિત્રો ના લાગણી સભર આગ્રહ ને ધ્યાન માં રાખી ને
આજે હું પણ કૈંક લખવા નો પ્રયાસ કરુછું .
ભૂલો થી ભરચક મારી આ રચના માં શાબ્દિક, ભાષાકીય વિગેરે વિગેરે ……. એવી અસંખ્ય ભૂલો તો હશે જ .
જેને માફ ન કરતા મારું ધ્યાન દોરતા રહેજો .
મને વ્યાકરણ માં જાજી ગતાગમ ન પડે અને ય મા તા ર જ નું ભાન તો બિલકુલ નહિવત .
તે છતાય પ્રાસ , સંધી,જોડણી વિગેરે ના ફુરચા ઉડાડતી મારી આ રચના પ્રસ્તુત કરું છું .
થોડીક વધારે પડતી લાંબી લાગશે પણ હાલ ચલાવી લેજો 🙂
શોધું છું
છું આદમ જાત ને માનવતા શોધું છું
હોઠે જે ન ચડી એવી વિસરાયેલી હૈયા ની વાત શોધું છું
રહેતા હતા જે કોક સમયે ભભૂકતા
સુષુપ્ત થયેલા એવા દિલ ના જઝબાત શોધું છું
છે ઠેર ઠેર મકાનો જ મકાનો
ક્યાંક તો હશે એ મારું ઘર શોધું છું
ભીડભાડ થી ભરેલા આ શહેરો મા
કોઈક પોતીકો સંગાથ શોધું છું
ગુંગળાવે છે મને ઉંચી ઉંચી ચીમનીઓ નો ધુમાડો
ફરી એજ ગાડાવાટ મા ઉડતી માટી નો શ્વાસ શોધું છું
ત્રાસી ગયો છું આ મોંઘાદાટ વાહનો ના શોર બકોર થી
પાછુ એજ ગાય ના ગળા મા મીઠો રણકાર શોધું છું
ભૂખ ભાંગવા મળતા આ તૈયાર પશ્ચિમી પડીકાઓ મા
મારી માંના હાથ ના રોટલા નો સ્વાદ શોધું છું
ભલેને થાય છે લખલુંટ ખર્ચા બાહ્ય દેખાવો ઉપર
તોય એક સાચું લાગણી સભર સ્મિત શોધું છું
ગયો નથી કોઈ દી મસ્જીદ મા એ અલગ વાત છે
પણ બની બેઠેલા આ ધર્મ ધુરંધરો મા ઈમાન શોધું છું
છે જોયા ઘણા સશસ્ત્ર ફરતા લોકો
માનવ જે મુકે માનવ પર એ વિશ્વાસ શોધું છું
ભણતર ની ધમધોકાર ચાલતી આ મસમોટી દુકાનો
છતાય દુષણો થી દટાયેલા આ સમાજ મા
હર એક ના હૃદય મા ફૂટી નીકળે એવો અજવાશ શોધું છું
કરું છું ખુબ વાતું અજાણ્યા મિત્રો થી નિર્જીવ યંત્રો દ્વારા
ફરી મને પરીયુગ મા લઇ જાય
એવી વાર્તા કહેનારી નાનીમા શોધું છું
છે બાળપણ થી વળગણ મને સાચી વાત કહેવા નો
ખોટા હુંકારા બહુ થયા
હવે સાચી વાત સાંભળનાર શોધું છું
કહેવાનું ઘણુય બાકી રહી ગયું હજુ “મુસ્તાક”
પણ શું કરું
સળવળતી સંવેદનાઓ ને સાકાર કરે
એવા શબ્દો નો સંગાથ શોધું છું
આ રચના પ્રકાશિત કરવા માટેના યોગ્ય માર્ગ દર્શન બદલ નીરાલી જી નો ખુબ ખુબ આભાર 🙂
શું વાત છે..??????મુસ્તાકભાઈ..!!
તમે તો જમાવટ કરી દીધી….
ખૂબ સરસ ,સાચી અને લાગણી સભર તમારી આ પહેલી રચનાએ તો આપણા બ્લોગ ની શોભામાં અભિવૃદ્ધિ કરી છે ….
તમારી રચનામાં કચ્છી લયકો આવી ગયો છે જે ખૂબ સરસ લાગે છે …
તેમ છતાંય જો આ વાક્યોને ..
ક્યાંક તો હશે એ મારો(મારું) ઘર શોધું છું
કોઈક પોતીકું સંઘાથ (સંગાથ) શોધું છું
એમ લાખો તો સરસ લાગશે…બાકી તો All Izzz Wellllllllllllllllll…
🙂
Wooow! અમારી લાગણીઓને ધ્યાનમાં રાખીને તમે આપણી આ “આશ” માં પોસ્ટ કર્યું એ માટે પહેલા તો તમારો ખુબ ખુબ આભાર મુસ્તાકભાઇ..
અને અમે પણ તમને સહૃદય આવકારીએ છીએ..
તમારી આ રચના બહુ જ સરસ છે.. ખાસ કરીને એનું હાર્દ.. ચેતનાએ ખરું કહ્યું, તમે આપણા બ્લોગની શોભા વધારી દીધી..
થોડી ઘણી ભૂલો પણ છે.. જેના તરફ ચોક્કસ તમારું ધ્યાન દોરીશ..
“આશ” છે કે આ રીતે પોસ્ટ કરતા રહેશો.. 🙂
ચેતના જી મારા જેવા નૌશીખીયા નું પ્રોત્સાહન વધારી ને તમારી આશ પર સાચું માર્ગદર્શન આપવા બદલ ખુબ ખુબ આભાર .તમારું સુચન ધ્યાન માં રાખતા સુધારો પણ થઇ ગયો જે તમે જોઈ શકો છો .રહી વાત કચ્છી લયકા ની તો હજુ તૈયાર રહેજો હજુ તો ઘણું બાકી છે.કેમકે હું એક કચ્છી છું અને એનો મને સદા ગર્વ છે અને રહેશે .
નીરાલી જી ભૂલો તરફ ધ્યાન દોરવા બદલ અને મારા જેવા નૌશીખીયા ને પ્રોત્સાહિત કરવા બદલ ખુબ ખુબ આભાર .મારી આ રચના પ્રકાશિત કરવા માં તમારો સિંહ ફાળો છે . સર્વે મિત્રો નો ખુબ ખુબ આભાર
Very nice Mustak bhai ! ‘jab raah ek hain, manzil bhi ek hain, hum safar sab saath hain’ , yun doorian banakar na chalo … aao chalo sab ek saath chalte hain!
thank you avinash bhai
Great start mustakbhai.. Welcome to aash.. Really nice poem.. Liked the last lines very much..
સળવળતી સંવેદનાઓ ને સાકાર કરે
એવા શબ્દો નો સંગાથ શોધું છું.. 🙂
thank u so much અપેક્ષા જી 🙂
બહોત અચ્છે….
જામો પડી ગ્યો બાપુ…
અને સળવળતી સંવેદનાઓ ને સાકાર કરે એવા શબ્દો નો સંગાથ શોધવાની જરૂર નથી… તને મળી જ ગયા છે… (સોબત ની અસર .. યુ નો?)
અમારા આમંત્રણ ને માન આપી ને નઈ-આશ માં નવો શ્વાસ પૂરવા બદલ આભાર અને પહેલા જ પ્રયત્ન માં આટલું સરસ લખવા બદલ અભિનંદન…
બસ એક ઈચ્છા હજુ પુરી કરજે… નિયમિત રીતે પોસ્ટ કરતો રહેજે…
thanks again and well done..
he he he …. thx ashu 🙂
મને ચણા ના જાડ પર ચઢાવી તો દીધો પણ પડી ના જાઉં તેનું ધ્યાન રાખજો .
બાકી રહી વાત નિયમિત રીતે પોસ્ટ કરવાની તો કહેવત છે ને કે
મારીકુટી ને મુસલમાન બનાવ્યો .તેમ તમે મિત્રો એ મળી ને મને
કવિ બનાવ્યો તો હવે તમારી દોસ્તી માં સજદા (નિયમિત પોસ્ટ )
તો કરવાજ પડશે ને . 😉
😀 😀 😀
મુસ્તાકભાઈ ,
ખરેખર હું પણ આવાજ વ્યક્તિ ને શોધતો હતો……..
તમને રૂબરૂ મળ્યા પછી આ તમારી કૃતિઓ વાંચી મને ખુબજ આનંદ થયો કે માણસ જે ધારે તે કરી શકે છે અને જે ધારે તે બની શકે છે પણ તેને માત્ર ને માત્ર જરૂર હોય છે કઈક કરી છૂટવાની ભાવના અને મનની ધગશ અને એ બંને તમારામાં છે . હું ભગવાનને પ્રાથના કરું કે તમને આમને આમ પ્રસિધી મળતી રહે અને સતત તમારી કલમ ચાલતી રહે.
મુસ્તાકભાઈ ,
હા ચલાવવી તો પડશે જ ને તમે ચાલુ કર્યું છે તે તમે નવી નવી કૃતિ લખતા રહો અને અમે વાચતા રહીએ
જયદીપ ભાઈ મારા જેવા નૌશીખીયા ને આટલું પ્રોત્સાહન આપવા બદલ ખુબ ખુબ આભાર….
thanks frns…..
far from real world,but near to truth.