કંપ..

મિત્રો, તાજેતરમાં જાપાનમાં આવેલા ભૂકંપ અને સુનામીએ એક એવો આઘાત આપ્યો જેમાંથી નીકળતા વર્ષો વીતી જાય.. આપણે અહ્યાં બેસીને બીજું કંઈ ના કરી શકીએ પણ એ લોકો માટે પ્રાર્થના તો કરી જ શકીએ કે ભગવાન એમને આ આઘાત જીરવવાની શક્તિ અર્પે.. આ ઘટનાએ હજારો લોકોના જીવન પણ છીનવી લીધા.. આ મારી નાનકડી રચના દ્વારા એ આત્માઓને શ્રદ્ધાંજલી અર્પણ કરું છું..
 
 
ધ્રુજી ધરા કૈંક એ રીતે, ડગમગી ગયો છે વિશ્વાસ,
દર્દ, આંસુ, ડરથી થંભી ગયા છે શ્વાસ!
 
દરિયાએ મર્યાદા તોડી ને રચી કેવી આ તારાજી!
ઓ ખુદા! તો તુંય છે શું આ બધામાં રાજી?
 
જો તું કહેશે એવું કે આ વિનાશનું મૂળ છે પાપ,
તો પેલા ભૂલકાએ શું કર્યું? એનો પણ જવાબ આપ!
 
તું પાછલા જનમનો હિસાબ, જો આ જનમમાં આપશે,
તો પાપની મળશે સજા, એ વાત કોણ માનશે?
 
તોયે રાખી છે શ્રદ્ધા. એ શ્રદ્ધા ટકાવી રાખજે,
આશ રાખું છું હવે, એ આત્માઓને શાંતિ આપજે!
Be Sociable, Share!
This entry was posted in કાવ્ય. Bookmark the permalink.

12 Responses to કંપ..

 1. palu says:

  nice poem

 2. bhojani mustak says:

  એક સત્ય ઘટના પર આધારિત આ રચના માં ભાવનાઓ સાથે શબ્દો ની ખાસ્સી એવી રમત ખરેખર કાબિલે તારીફ ……………!!!!!!!!!!!!!!!!!!!!

 3. ચેતના ભટ્ટ says:

  ખરેખર “કંપાવી” જાય એવી રચના…very good Nirali.

 4. નિરાલી says:

  @palu: thank you..

  @mustakbhai @chetna: એ ઘટના જ લોકોની ભાવનાઓ સાથે રમીને કંપાવી જાય એવી હતી..
  Thank you very much for such a nice appreciation..

 5. bharat bhatt says:

  Really nice one…nice expression of feeling through words..may God give strength to all those who have lost their loved ones in this horrible incident…Aamin

 6. Scrapwala says:

  ‘ jo manavj potani ‘maryada’ bhuli gaya chhe ane paryavaran no ‘maan’ na rakhe , to bhagwan pan shu kari shakay!

 7. Very horrible disaster really.. N u’v expressed it accordingly.. Correctly said by chetna di, “કંપાવી” જાય એવી રચના.. May God bless them.. Aamin..

 8. નિરાલી says:

  @bharat ji: Thank you very much for the appreciation.. May God bless them..

  @scrapwala: That’s wht i want to ask, “Is it so, that every human is bad?”

  @apeksha: Thank you dear.. When i wrote it, i was a lil concerned whether i would be able to express it correctly or not, but now i think i have..

 9. આશિષ says:

  Wonderful.. awesome.. heart touching..
  really superbly written..

  thanks for such a wonderful creation.. certainly your writing is improving…

  Special thanks for everyone for ever inspiring words…

 10. નિરાલી says:

  Thank you very much dear.. અને રાઈટીંગ ઈમ્પ્રુવ થાય જ ને.. સંગતની અસર છે..(અપેક્ષાની).. 😉

 11. Gunjan says:

  Excellent creation.. really heart touching..

 12. નિરાલી says:

  Thank you very much Gunjan ji for visiting our site and appreciating our creations in such a nice way.. Please keep visiting n giving your precious comments..

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.