ગઝલ બની ગઈ

અને હવે ઘણા સમય પછી આજે મારી ગઝલ પોસ્ટ કરું છું.. પ્રથમ પ્રયત્ન છે એટલે થોડી ઘણી ખામીઓ છે, પણ આગળ જતા એ સુધારવાનો પ્રયત્ન કરીશ.. and yes, a very special thanks to aSh for his suggestions..

એવી પડી પહેલી નજર, બિન વાર કતલ કરી ગઈ,
આવી હતી ફરિયાદ લઈને દ્વાર, ગઝલ બની ગઈ!

જાણે હતો શો જાદુ, તારી મદભરી એ આંખમાં,
ખીલવું નહોતું જે કળીને, એ જ કમલ બની ગઈ!

ખાલી હતું હૈયું અને ખાલી હતી આ જિંદગી,
આવ્યા તમે ને રણ-સમી આ ભૂમિ, સજલ બની ગઈ!

આ જિંદગીની રાહમાં ના કોઈ મંજિલ ના દિશા,
રાહબર રેહનુમા થયો ને સફળ મજલ બની ગઈ!

કોણે કહ્યું કે ગઝલમાં રજૂઆત હોય બસ દર્દની,
પામી ખુશી મેં પ્રેમમાં ને આજ, ગઝલ બની ગઈ!

ગઝલનું બંધારણ: ગાગાલગા ગાગાલગા ગાગાલગા ગાગાલગા

Hope u all enjoy..

Be Sociable, Share!
This entry was posted in ગઝલ. Bookmark the permalink.

13 Responses to ગઝલ બની ગઈ

 1. bhojani mustak says:

  ગાગાલગા ગાગાલગા ગાગાલગા ગાગાલગા…………….. 🙂

 2. Hema says:

  Hmmmm,
  Wow!!!!!!!!!
  Superb lakhi chhe Gazal……. 🙂

  કોણે કહ્યું કે ગઝલમાં રજૂઆત હોય બસ દર્દની,
  પામી ખુશી મેં પ્રેમમાં ને આજ, ગઝલ બની ગઈ!

  Khubaj saras lines chhe….
  Good work , Keep it up…. Sweety..

 3. હાર્દિક પીઠડીયા says:

  બહુ જ સરસ છે….

  જાણે હતું શું જાદુ, તારી મદભરી એ આંખમાં,
  ખીલવું નહોતું જે કળીને, એ જ કમલ બની ગઈ!

  very very nice nirali ji…………….

 4. N.D.Solanki says:

  વાહ! ખુબ જ સરસ રચના કરી છે બેટા.. સચોટ અને ધારદાર રજૂઆત.. તેમજ વારંવાર મમળાવવાનું મન થાય તેવી પંક્તિઓ.. ખુબ જ અસરકારક.. Proud of you.. Keep it up..

 5. નિરાલી says:

  Thank you very much Mustakbhai, Hems n Hardik for the appreciation.. It’ll give me courage to write gazal again.. 🙂

  N thank you sooooo much daddy for visiting our site and giving such a good response.. I’m so glad to know that you are proud of me.. Please keep visiting n supporting.. Love you.. :*

 6. ચેતના ભટ્ટ says:

  ઓહ્હ શું વાત છે ..????????

  કોણે કહ્યું કે ગઝલમાં રજૂઆત હોય બસ દર્દની,
  પામી ખુશી મેં પ્રેમમાં ને આજ, ગઝલ બની ગઈ!

  હ્હ્મ્મ આખરે તને પ્રેમ થઇજ ગયો લાગે છે ,એટલે જ આટલી મીઠી મીઠી ગઝલ લખી નાખી…ખૂબ સુંદર ગઝલ બની ગઈ…..!!!!!

  • નિરાલી says:

   હા હા હા.. સપનામાં થઇ ગયો હશે કદાચ.. 😉
   પણ વાહ, હું પણ મીઠું મીઠું લખવા માંડી.. Yupiiieeeeeeee.. 🙂
   Thank you very much dear..

 7. Wow dear, finaly you posted your gazal.. It’s very nice, as I told you.. N i know it’s very difficult to write a gazal.. bt I’ll try it sometimes.. I love every line of this gazal.. Just superb.. 🙂

 8. નિરાલી says:

  @scrapwala: Thank you Avinashji..

  @apeksha: Thanks for the support dear.. N yes, i hope u’ll find time to try it.. Love you..

 9. આશિષ says:

  પ્રથમ ગઝલ માટે ખોબલે ખોબલે અભિનંદન..

  છંદના બંધારણને આધારિત ગઝલ લખવી એ મહેનત માગી લેતી કળા છે, અને મને આનંદ છે કે તે આ કળામાં મહારત મેળવી લીધી છે…

  એક સુધારો:
  જાણે હતું શું જાદુ, તારી મદભરી એ આંખમાં ના બદલે જાણે હતો શો જાદુ, તારી મદભરી એ આંખમાં એમ લખાશે..

  ગાગાલગા ગાગાલગા ગાગાલગા ગાગાલગા – આ છંદ પર આધારિત એક ખૂબ પ્રચલિત રચના “ભૂલો ભલે બીજું બધું, માં બાપ ને ભૂલશો નહિ” છે..
  એક વાર આ ગઝલ ને એના રાગ માં ગાવાની કોશિશ કરો.. મજા આવશે..

  ફરી એક વાર અભિનંદન અને આશા છે કે હજુ ઘણી બધી ગઝલો મળશે…

  • નિરાલી says:

   તમારો ખુબ ખુબ આભાર.. મારી પ્રથમ ગઝલમાં મદદરૂપ થવા બદલ અને આટલું સરસ પ્રોત્સાહન પૂરું પાડવા બદલ..

   હું ચોક્કસ બીજી ગઝલો લખવાની કોશિશ કરતી રહીશ અને એ પણ સુધારા સાથે.. અને આ વખતે સૂચવેલ સુધારા માટે પણ આભાર..

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.