પ્રેમની મીઠાશ…

પ્રેમની મીઠાશ તારા પ્રેમની મીઠાશ,

મને ભીંજવે બારેમાસ તારા પ્રેમની મીઠાશ..

આકરા દૂકાળમાં કૈક લીલું ચટાક તું,

વહેલી સવારમાં ઝાકળની બુંદ તું, 

વાહલી વસંતમાં પ્રેમની લહેરખી તું,

પાનખરઋતુમાં નવી કુંપણ તું,

ધગધગતી ગરમી માં વહાલભરી ટાઢક તું,

પ્રિય વર્ષાઋતુમાં લાગણીથી ભીંજવે તું,

હળહળતી ઠંડીમાં ઉષ્માભરી હૂંફ તું,

જો મળે બારેમાસ તારા પ્રેમની મીઠાશ તો ,

કોણનાં ભીંજાય આવી પ્રેમની મીઠાશમાં????

Be Sociable, Share!
This entry was posted in અછાંદસ, કાવ્ય and tagged . Bookmark the permalink.

7 Responses to પ્રેમની મીઠાશ…

 1. નિરાલી says:

  Woooooooow! Finally my blood sugar level is on heights now.. Thanks dear.. 🙂

  કેટલી મીઠી મીઠી પ્રેમ ની મીઠાશ.. પણ આવું ના ચાલે.. પહેલા મને ડૂબવાનું મન કરાવતા હતા.. હવે મને પણ જોઈએ છે પ્રેમ ની મીઠાશ.. 😉

  • ચેતના ભટ્ટ says:

   હા હા બરાબર છે………..પેહલા તને ડૂબવાનું મન કરાવતી હતી હવે ભીંજાવાનું મન થાય છે ને..???મળશે બેટા મળશે બધું મળશે…..બસ રાહ જો …તારોય સમય આવશે…

   • નિરાલી says:

    હા પણ ક્યારે? આ વેલેન્ટાઇન ડે પણ જતો રહ્યો.. 🙁

 2. Hema says:

  Wow Chetu…. Superb yaar ….
  શું લખ્યું છે.. ગજબ …. આવા શબ્દોક્યાંથી મળે છે ..
  મજા પડી હો …

  • ચેતના ભટ્ટ says:

   હેમા તું માનીશ બે પંક્તિ સિવાય કઈ જ નોહ્તું વિચાર્યું કાલે જ્યારે મેં ટાઈપ્ કરવાનું શરુ કર્યું ને ત્યારે જ બધા શબ્દો આવવા લાગ્યા ને કવિતા બની ગઈ…બાકી તો છેલ્લા બે મહિના થી વિચારું છું કે આગળ શું લખું….?????.ચાલો તને ગમી ને…બસ પ્રયાસ સફળ…..!!!

 3. Anjali says:

  luvly chetna..
  again a sweet.. honey dip.. typical chetna poem..
  really luv d sweet word selection..

  a biiiiig mmmmmmmmmmmmmmmmmmmmmwah..

 4. હાર્દિક પીઠડીયા says:

  જો મળે બારેમાસ તારા પ્રેમની મીઠાશ તો ,

  કોણનાં ભીંજાય આવી પ્રેમની મીઠાશમાં????

  kya baat hai chetna ji…..!
  bauj saras…..

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.