કિનારો મળી ગ્યો……

મલ્યો તમારો સાથ ને જાણે,
જીવન જીવવા નો બહાનો મળી ગ્યો.

તમસ ભરી અંધારી રાત મા જાણે,
આગીયા નો એક ઝગારો મળી ગ્યો.

સદાય સળગતા આ દિપક ને જાણે,
શીત લહેર નો સપાટો મળી ગ્યો.

બુંદ માટે ટળવળતા મ્રુગ ને જાણે,
ઘડી બે ઘડી નો વિસામો મળી ગ્યો.

મારગ થી ભટ્કેલ મુસાફિર ને જાણે,
મંજિલ રુપી કોઇ ઉતારો મળી ગ્યો.

નહિ તો હુ ડુબી જાત “હાર્દિક” પણ જાણે,
મઝ્ધાર મા પણ મને કિનારો મળી ગ્યો.

Be Sociable, Share!
This entry was posted in અછાંદસ. Bookmark the permalink.

9 Responses to કિનારો મળી ગ્યો……

 1. ચેતના ભટ્ટ says:

  નહિ તો હુ ડુબી જાત “હાર્દિક” પણ જાણે,
  મઝ્ધાર મા પણ મને કિનારો મળી ગ્યો.

  શું વાત છે હાર્દિક ખુબ સરસ…

 2. Hema says:

  ખુબજ સરસ , હાર્દિક

  • હાર્દિક પીઠડીયા says:

   @niraliji…thank u so mchh.
   આવી જ રીતે પ્રોત્સાહન પુરુ પાડ્તા રહેજો

   @chetnaji…thank u
   અને મને પણ એ lines બહુ ગમે છે…

   @hema bhabhi
   thank u bhabhi tame pan comment akri ne protsahan aapta rahejo…

   @ ashish bhai…
   thank u sir ji…..
   actully મને આ બહુ થોડી વાર મા જ સુઝી તી

   એટ્લે તરત post કરી નાખી તી

   પછી મને “બહાનો” કરતા “સહારો” વધુ બરાબર લાગ્યુ તો પણ તમને કોઇ word બરાબર લાગે તો કેજો

   and

   ક્યા કેતા તા….!!

 3. નિરાલી says:

  Nice one, hardik.. liked the lines..

  મારગ થી ભટ્કેલ મુસાફિર ને જાણે,
  મંજિલ રુપી કોઇ ઉતારો મળી ગ્યો..

 4. આશિષ says:

  Nice 1 Hardu…
  ફરી એક વાર ખૂબ જ સરસ કાવ્ય લખ્યું છે..

  બસ એક મત્લામાં જ “બહાનો” શબ્દ નથી ગમતો..
  પણ ઓવરઓલ ખૂબ જ સરસ…

  ન’તો કે’તો?

 5. Anjali says:

  Very nice Hardik..
  Bt agree with ash tht some of lines need corrections (dont know what and where, but I feel so.. )

  But, yet it’s very full of emotions as all ur poems do..

  carry on.

 6. Scrapwala says:

  Very Good Hardik bhai, i have one suggestion please see if it fits into – ‘marag this bhatkel musafir ne jaane, manzil rupi koi disha mali gayo’. Rest is OK. ‘Jinhe manjdhar mein bhi kinare mil gaye… aur kya chahiye?, keep it up..

 7. જયદીપ લીંબડ , મુંદ્રા says:

  પોતાની  હસ્તી  બેફીકર  હોવી  જોઈએ,
  દુનિયા ની  નઝર  તમારી  ઉપર  હોવી  જોઈએ,

  કામ  એવા  કરો  જીવન  માં  કે,
  ભગવાન  પણ  કહે,  આ  નમુના  ની  જગા,

  તો  સ્વર્ગ  માં  હોવી  જોઈએ………..

 8. જયદિપ લિમ્બડ , મુંદરા (કચ્છ) says:

  નહિ તો હુ ડુબી જાત “હાર્દિક” પણ જાણે,
  મઝ્ધાર મા પણ મને કિનારો મળી ગ્યો.

  આ જોઇને લાગે છે કે તમને હવે કિનારો માળીજ ગયો છે ખરુંને ? ?

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.