આજ અમસ્તાજ એક વિચાર આવ્યો,
જો તું હોય સાથે તો? એવો ખયાલ આવ્યો,
વિશાળ દરિયામાં ઘૂઘવતા મોજા,
પંખીનો કલરવને શીતળ પવન ની લહેરખી,
અમસ્તાજ તારા હાથમાં મારો હાથ આવ્યો,
પ્રેમમાં ઉછળતી લાગણીઓ નાં મોજાં ,
હૈયામાં શબ્દોનો કલરવ, નયન જુક્યા ને,
હોઠો પર માત્ર સ્મિત આવ્યું,
જો તું હોય સાથે તો? એવો ખયાલ આવ્યો,
મને અમસ્તો જ વિચાર આવ્યો.. કે આવા બધા વિચાર તમને આવે છે ક્યાં થી??
“પ્રેમમાં ઉછળતી લાગણીઓ નાં મોજાં..”
“હૈયામાં શબ્દોનો કલરવ..”
પ્રેમની ચાસણીમાં ડુબાડીને લખેલી કવિતા વાંચીને કોઈનાય હૃદયમાં અને હોઠો પર સ્મિત આવી જ જાય..
ખુબ જ સુંદર લખ્યું છે.. અને આવુંજ લખતા રહેજો..
– અંજલી..
True anjali.. મને પણ આ વાંચીને એ વિચાર આવ્યો કે ખરેખર આવું થાય તો કેવી મજા પડે..
વાહ ચેતના, કેટલો મીઠો મધુરો વિચાર છે, બિલકુલ તમારા જેવો.. બસ આવા મીઠા મીઠા વિચારો અમારી સાથે શેર કરતા રહો.. 🙂
આભાર મિત્રો…
પણ નિરાલી ?..અમસ્તાજ મને વિચાર આવ્યો કે આપણી કવિતાની કેવીતે અસર થઇ છે,આ અંગ્રેજી છોકરી (અંજલી…) ગુજરાતી માં ટીપ્પણી લખવા લાગી છે …ખરું ને ? અંજલી તારી ગુજ્જુ કોમેન્ટ માટે તો હું રાહ જોતી હોઉં છું ..અને હા નિરાલી આ બધું તમારા જીવનમાં વેહલાસર થશે હો ને..એવી મારી સુભેછાઓ….
ખરું ચેતના, ગુજરાતીમાં અને એ પણ કેટલા મસ્ત શબ્દોમાં.. અને આભાર તમારી શુભેચ્છા માટે.. હવે તો મને કોઈ જલ્દી મળી જશે.. 🙂
મને ગુજરાતીમાં તમારા બધાની જેમ વ્યક્ત કરતાં ન આવડે એટલે પછી મમ્મી કે પાપાને પુછું કે આ શબ્દને ગુજરાતીમાં શું કહેવાય ..
(જેમ કે હમણાં જ પૂછ્યું : મમ્મા express કરવું ને ગુજરાતી માં શું કેવાય? મમ્મી: વ્યક્ત કરવું… )
એટલે પછી જયારે ઓફિસે બેસીને અભિપ્રાય લખતી હોઉં ત્યારે પછી અંગ્રેજીમાજ લખવી પડે.. 🙂 બાકી અહી ન્યુ ઝીલેન્ડમાં પણ બહુજ સારા ચણાના ઝાડ થાય છે.. થેન્ક્સ ચેતના અને નિરાલી..
Nice comment about comments of Anjali..
આપણા માટે આ ગર્વ ની બાબત છે કે અંજલી અને એના જેવા બીજા અનેક લોકો સુધી આપણે પહોચી શક્યા છીએ, અને આપણી રચનાઓ મારફત તેમને પણ ગુજરાતી સાહિત્યમાં રસ લેતા કરી શક્યા છીએ..
@અંજલી.. બસ ગમે તે રીતે અમને પ્રોત્સાહન આપતા રહેવાનું.. અમારી સાથે રહી ને તને પણ ગુજરાતી બરાબર આવડી જશે અને જોજે તું પણ એક દિવસ આ સાઈટ પર અમારી સાથે કવિતાઓ લખતી થઇ જશે…
@ચેતના.. ફરી એક વાર.. બહુ જ મીઠી મીઠી કવિતા..
@નિરાલી.. તને જરૂર કોઈ મળી જશે, પણ જે પણ મળશે એની શું હાલત થશે!!! 🙂
ચેતના ની કવિતા તો ચેતના જેવીજ મીઠી છે .
અને તમારા બધાની કોમેન્ટ પણ …..
પણ હવે મારી એવી ઈચ્છા છે કે કોઈ હિન્દી માં કવિતા પોસ્ટ કરે
તો શું કેહવું છે ?????? જોઈએ કોન પેહલા પોસ્ટ કરે છે..
વાઉ…
હેમાનો વિચાર એક દમ વન્ડરફુલ છે .. હિન્દી કે ઉર્દૂ શાયરીની મજાજ અલગ છે..
આશ છે કે તમારા ચાહકોની આશ પૂરી થશે..
@ aSh: He will be the luckiest one.. :p
@ hema, @ anjali: and there’s my new hindi poem for you.. how we won’t fulfill wishes of such special friends?
Hi Frndzz,
મારી કવિતાની સાથે સાથે કોમેન્ટ વાંચવાની ખુબ મજા આવી …@અંજલી :કોઈ ચણાનાં ઝાડ પર નથી ચડાવતું ok…તને ખબર છે હું પણ મારી મમ્મીને ઘણા શબ્દો નો અર્થ પૂછતી ,મારી મમ્મીનું ગુજરાતી તો ખુબ સરસ છે…. ,અને આમજ તારું ગુજરાતી ક્યારે Improve થશે તને ખબર પણ નઈ પડે…So Keep It Up
@Ashish :- કોઈ ની કોમેન્ટ ગમેતો એના પર Like નું Option આપો Pls…
કારણ કે નિરાલી માટે તમે જે કોમેન્ટ કરી એ વાંચી ને તો હું હસી હસી ને ઉંધી વાળી ગઈ….
@Hema:- મારી એવી Wish છે કે તું હિન્દીમાં ભણીછો તારું હિન્દી ખુબ સરસ છે હું જાણું છું ,તો તું અમારા બધા માટે કૈક લખને Plzzzzzzzzz
હા હા હા , હું હિન્દી માં ભણી છું પણ તમારા બધા ની જેમ કવિ કે લેખક ના થઇ શકું.
ખરેખર, એકદમ મીઠો મીઠો વિચાર..