બેવફા થઇ ગયા છે..

અતિ વ્યસ્તતાના કારણે લગભગ એક મહિનાથી કંઈ પણ લખી ન શક્યો એ વાત ખૂંચતી હતી. અને એક ગઝલ – ગઝલ ના નિયમોને આધીન રહી ને લખવાની ઈચ્છા હતી.. આજે એ ઈચ્છા પૂરી થઇ તો કંઇક નવીન કરવાનું પણ મન થયું..

તો લો.. સાંભળો મારી લખેલી ગઝલ મારા જ અવાજ માં:


Audio MP3

પ્રણયમાં તમારા ફના થઇ ગયા છે,
કે સઘળા કવન બેવફા થઇ ગયા છે..
જે હદથી વધી ગ્યા મારા દિલનાં દરદો,
તે મારા ઝખમની દવા થઇ ગયા છે..

નથી આજ આંગણમાં ખુશ્બૂની મોસમ,
કે મોસમ તો હરદમ બદલતી રહે છે..
હવે ડાળીઓ પર નાં ચીમળાતા ફૂલો
મારા દિલ ની જાણે દશા થઇ ગયા છે..

ભલે બેવફા મુજને કહેતી આ દુનિયા,
કદી પણ નથી નામ આપ્યું તમારું..
હવે “આશ” મુજને નથી કંઈ કશાની,
કે શ્વાસો પણ જાણે સજા થઇ ગયા છે..

ગઝલ અને છંદ નાં નિયમોને ધ્યાનમાં રાખીને લખવાનો પ્રથમ પ્રયાસ હોવાના કારણે શબ્દ પ્રયોગ એક દમ સરળ રાખેલ છે. પૂર્ણ છંદની પંક્તિનું માપ – લગાગા લગાગા લગાગા લગાગા – યુઝ કરેલ છે.

આ જ છંદ આવર્તન વાળી બીજી ગઝલો:

તમારાં અહીં આજ પગલાં થવાનાં, ચમનમાં બધાંને ખબર થઈ ગઈ છે,
ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ, ફૂલોનીય નીચી નજર થઈ ગઈ છે.
– ‘ગની’ દહીંવાળા

પરિચય છે મંદિરમાં દેવોને મારો અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે,
નથી મારું વ્યક્તિત્વ છાનું કોઈથી, તમારા પ્રતાપે બધા ઓળખે છે.
– શૂન્ય પાલનપુરી

ઓડિયો રેકોર્ડીંગ મારા ઓફીસના લેપટોપના નાનકડા માઈકથી કરેલ છે એટલે ખૂબ ધીમા વોલ્યુમમાં છે અને અવાજની ક્વોલીટી પણ સારી નથી. જયારે નવું માઈક્રોફોન લઈને ફરીથી રેકોર્ડ કરીને અપલોડ કરું ત્યાં સુધી આને જ સાંભળો…

આપના અમુલ્ય અભિપ્રાય આપશો..

નોંધ: કોઈ ટેકનીકલ પ્રોબ્લેમ ના કારણે mp3 પ્લેયર ચાલતું નથી, એટલે હાલ પૂરતું આ ડાઉનલોડ લીંક પરથી mp3 ફાઈલ ડાઉનલોડ કરી ને સાંભળી શકશો..


DOWNLOAD MP3

Be Sociable, Share!
This entry was posted in ગઝલ. Bookmark the permalink.

14 Responses to બેવફા થઇ ગયા છે..

 1. Hema says:

  આશિષ,
  તમારી તો વાત જ નિરાલી છે, એટલી મસ્ત ગઝલ લખી છે……….
  મને હજુ પણ એ યાદ છે ,”બોલો કોન હો તુમ ….”ગીત તમે આપણી સગાઇ પછી મને ફોન પર સંભળાવ્યું હતું ………. અને હવે અહી બ્લોગ માં સાંભળી ને એજ યાદ આવી ગયું .
  ખુબજ મજા પડી .
  U r Great, I m proud of u jaan. n i m lucky too.
  Keep writting n keep singing…
  I love u so much :*
  Hema 🙂

 2. Anjali says:

  WOWWWWWWWWWWWWWW!!!!!!!!!!!!!!!!!!!!!

  After loooooooooong wait, finally I m able 2 hear (from the download link)…

  And you know what? U must consider changing your profession dear. What a wonderful Ghazal, wonderful words, wonderful composition and amazing voice. You blew my mind off … soooooooooooooooooooooo sweet…
  And I hereby certify that you have followed the Ghazal writing rules very very profoundly.. amazing talent you’v got ..

  You are gr8.. I’m proud to have you in my life..

  Keep up the good work.. want more ghazals from you.. (singing ghazals of course..)..

  -Anjali

 3. Jagruti Adani says:

  Wah Wah……….
  Bahot Khub Janab
  Aise Hi likhte rahiye aur hu hi apni awaj sunate rahiye………….
  All the best

 4. હાર્દિક પીઠડીયા says:

  very very very nice gazal…..

  ખુબ જ સરસ છે આશિષ ભાઇ…………..

  ખરેખર ખુબજ સરસ ગઝલ લખી છે…

 5. ચેતના ભટ્ટ says:

  I m speech less jijs ……….આમાંથી કઈ કડી મને ખુબ ગમી શું લખું ? ?? આખીય ગઝલ જ superb છે …અને તમારા અવાજ માં મજા પડી ગઈ…ગઝલ માં જે દર્દ હોવું જોઈએ એ આમાં છલકે છે ..ખરેખર Well Done Jijs…Love u..

 6. નિરાલી says:

  Very true.. aSh ની તો વાત જ નિરાલી છે..;)

  N dis time it’s a hat trick.. Superb writing.. superb composing and superb singing ( So sweet.. Blood sugar gets rised..;) )… Really, woooooooooooooooow…..

  So, this one for you:
  ગઝલ માં તમારી ફિદા થઇ ગયા છે,
  કે મિત્રો બધા આફરીન થઇ ગયા છે,
  તમારો આ અદભુત અવાજ સાંભળીને,
  બધાના હૃદય આજ જુમી રહ્યા છે.. 🙂

  Proud of u dear.. Go on.. We want to hear more and more from you..

 7. આશિષ says:

  @હેમા.. thnx 4 always being there to encourage me, support me on all my adventures.. In fact, I’m the one who is lucky to have you in my life.. I am not what I am without you..

  @અંજલી.. and thnx to you for always being there for us.. your valuable inputs and your lovely comments encourages us to do more and more.. And speaking about my writing or singing, I’m just an infant. I’ve just started learning. And, given support from friends like you, I’m sure, we’ll learn a lot.. Thanks again.

  @જાગૃતિ.. sure Jagu.. keep watching this place.. and you’ll net be disappointed.!! But make sure that you keep encouraging us..

  thanks hardu.. u too are writing very very good..

  @હાર્દિક.. @ચેતના.. @નિરાલી.. thanks buddies.. I know tht I could have done much better. Because writing according to the rules is much more difficult than it sounds.. I tried to be as simple as I can in choosing words, but yet, I feel I could have done better. And Chetu, as far as singing is concerned, I am sure, you can sing far more better than me.. I want you to sing this and send this to me, so that I can upload it here. I am proud to be a part of this wonderful team we have.. Please keep up the good work..

 8. ચેતના ભટ્ટ says:

  @nirali,
  ગઝલ માં તમારી ફિદા થઇ ગયા છે,
  કે મિત્રો બધા આફરીન થઇ ગયા છે,
  તમારો આ અદભુત અવાજ સાંભળીને,
  બધાના હૃદય આજ જુમી રહ્યા છે.. 🙂
  very true……nirali n superb on the spot poetry…

 9. નિરાલી says:

  @chetna: thanks dear.. U’r right, it ws spontaneous.. so may be not that much good..but, what i wrote is actually what we feel about aSh’s ghazal..:)

 10. Scrapwala says:

  Very nice Ashish, I expect many more to come from you, as Nirali said ” ghazal
  ma tamari fida thai gaya che’,
  and as an optimistic i would like to add
  ki ” Khushbu no mausam to aawawanoj che ane phoolon pan dalio par khili
  jashe”, “mane vishwas nathi thatu ke koiye tame bewafa kahiyu che,
  aasha chodvi na joyiye karan aasha jeevan che” !

 11. આશિષ says:

  @Nirali Thanks for that quickie.

  @Scrapwala: aka Avinashji.. At last a word from you!! Thanks a lot. I was expecting this since a long.. Thanks for visiting. And, ha, pls don’t mind boss.. this is just a ghazal.. nothing personal!! 🙂 haha.. I am still as positive as ever! But just as I also mentioned, it is harder to follow the Ghazal rules, and you really need to play with your words to form a singable Ghazal!.. thats y.. Pls keep visiting and sharing your views!
  Ohh and wait, I’ve to confess here that this site is because of you and your talented sweetie Ashu.. She inspired me to take a chance at writing.. (those who are wondering what or whom I’m referring, just take a look at http://samajshilpi.co.cc, and see how sweet a little girl can write.. do visit about page of Ashwini to know more about her..)

 12. Really very nice gazal sir.. Nirali keeps on saying that you are always busy.. N yet such wonderful creations.. Hats off to you..

 13. Gunjan says:

  Wow.
  Very nice written and sung..

 14. જયદીપ લીંબડ says:

  I’m really proud of you for your very good article on Indian writing as I have to say as little as…………………..

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.