અભય…

રવિવાર, ૧૨ સપ્ટેમ્બરના મારા ખૂબ જ પ્યારા મિત્ર અભય કુમારે આ દુનિયામાંથી સાવ નાની ઉમરે વિદાય લીધી.. ગઈ કાલે આખો દિવસ હૃદયમાં ભાર અને ગળામાં ડૂમો  રહ્યો.. આજે એનીજ યાદમાં થોડું રડી લઉં…

છેતરે છે લોકો, કે સમય રાહત આપશે,
કોણે કહ્યું કે પીડા આ મારી ઓછી થાશે?

વરસતા વરસાદમાં ખોટ એની કળે છે,
આવા મિત્રો તો નસીબવાળાને જ મળે છે..

અનેક એવા સ્થળે જતા ડગ પાછા પડશે
જ્યાં મન એના સ્મરણોમાં પાછું વળશે..

અને એકાંત એવું જો ક્યાંક મળશે જયારે,
જ્યાં નથી પડ્યા એના કદમ ક્યારે,

કહીશ, “એની યાદ નથી ક્યાંય આ સ્થાનમાં”
પછી થઇ નિ:સ્તબ્ધ ખોવાઈશ એનાજ ધ્યાનમાં…

પ્રભુ નાં ચરણો માં શાંતિ મળે એને એજ આશ છે
મન માનતું નથી, હૈયું હજુ પણ નિરાશ છે..

પ્રભુ એના પવિત્ર આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના..

આ રચનાને શેર કરો..
This entry was posted in અછાંદસ. Bookmark the permalink.

5 Responses to અભય…

 1. ushma acharya says:

  પ્રિય આશિષ,

  મિત્ર એક એવી વ્યક્તિ છે જે આપણી પસંદગી સાથે સીધો સંબંધ ધરાવે છે.
  એક મિત્ર ખોવો એટલે એક ધળકન ખોવી,એક ધબકાર ચૂકવો.

  તમારા સુખ-દુઃખનાં સાથીને પ્રભુ ચિર શાંતિ અર્પે તેવી હ્રુદયપૂર્વકની
  પ્રાર્થના..તમારો હંસતો ચહેરો જોઇ આજે પણ તમારો મિત્ર મલકી
  ઉઠશે..તેની યાદમાં રડવાનું છોડી હંસતા રહો તેવી અરજ કરું છું.

  ઉષ્મા

 2. ચેતના ભટ્ટ says:

  પ્રભુ એમના પવિત્ર આત્મા ને શાંતિ અર્પે એવી પ્રભુ થી હૃદય પૂર્વક પ્રર્થના….

 3. Hema says:

  આશિષ , મિત્ર મળવા ખુબજ સરળ છે , પણ અભય જેવા સરળ અને હકારાત્મક સ્વભાવ વાળા મિત્ર મળવા મુશ્કિલ છે .
  હે પ્રભુ, અભય ના પવિત્ર આત્મ ને શાંતિ આપજો અને તેમના પરિવાર ને આ વજ્રઘાત સહન કરવાની શક્તિ આપજો ………………..

 4. Anjali says:

  Hi Ash..

  Ya.. agree with all three above.. Its very painful to loose a dear one, but we have to move on.. Keep smiling – that will help his divine soul the eternal peace..

  Praying almighty for him..

  Anjali

 5. આશિષ says:

  Thank you Ushma, Chetna, Hema, Anjali for your support n prayers…

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.