થઇ જાય તો સારુ..

કરે દિલ યાદ એમને ને..
ક્યાક એ દેખાઇ જાય તો સારુ..

લાગી હોય જયારે તરસ મને ને
તમારી લાગણી નો વરસાદ થઇ જાય તો સારુ..

હોય ભલે હોઠ બંધ તમારા ને
તોય મને બધુ સમજાઇ જાય તો સારુ..

તરસે છે આ નયન તમને જોવા રાત દિન
જોઉં હું તમને ને આ આંસુ સુકાઇ જાય તો સારુ..

આજ ખયાલો મા હું તો ખોવાઇ જાંઉ છું
એકવાર મારુ આ સ્વપ્નું સાચુ થઇ જાય તો સારુ..

આમ તો આ પ્રેમ નો મારગ ઘણો કઠિન છે “હાર્દિક”..
આપણે એક મેક કાયમી સંગાથ થઇ જાય તો સારુ..

Be Sociable, Share!
This entry was posted in કાવ્ય and tagged . Bookmark the permalink.

8 Responses to થઇ જાય તો સારુ..

 1. wow hardu..
  very nice 1..

  હવે મને પણ આવું બધું લખતાં આવડી જાય તો સારું..

  keep writing!!
  🙂

 2. તરસે છે આ નયન તમને જોવા રાત દિન
  જોઉં હું તમને ને આ આંસુ સુકાઇ જાય તો સારુ..

  ખુબ સુંદર હાર્દિકભાઈ …………

 3. PALU says:

  Very nice

 4. નિરાલી says:

  Nice poem Hardik..

 5. Hema says:

  Very nice thought ,Hardik!!!!!
  good keep it up.

 6. mustak says:

  ખુબ જ સરસ લખ્યું છે .
  આ ઉમર માં આ હાલ છે તો આગળ શું થાશે ?
  નાઝીર સાહેબ ની એ પંક્તિઓ યાદ આવે છે ………….
  કળી ને શું ખબર હોયે ખિઝાં શું ને બહારો શું ?
  અનુભવ કાજ વિકસી ને સુમન થઇ જાય તો સારું

 7. zaara says:

  wah khub saras.avu badhu lakhva mate khub khub abhinandan….

 8. chavda ramanbhai ptc mundra says:

  તમારી કૃતિઓં ખુબ ગમી .

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.