મિત્રતા એક એવી મળી કે દૂર કોસ જો થાય..
બસ યાદ કરતામાંજ હુંફ એની વરતાય..
હૃદયમાં રહેતા હોય દુ:ખ જે પણ સંતાઈ..
બસ એક દ્રષ્ટિ એની પડે ને સઘળું કહેવાઈ જાય..
હાથમાંથી સમય સરે ને વર્ષો વીતી જાય..
પણ એક ક્ષણ એવી મળી કે જીવન જીવી જવાય..
હતી હું એક એવું રણ, પાણી વગર નિ:સહાય..
મિત્રતા તમારી મળી ને ઠંડી પડી ગઈ લ્હાય..
દુઃખમાંય સદાય હસવું એવું, કે દુ:ખ ખુદ શરમાય..
એ કળા શિખવનાર મિત્રતા કેમ કરી ભુલાય..
ઓ ખુદા! બસ એવુ કર, ના આવે વિરહ કે જુદાઈ..
કાયમ રહે મારા ગજવામા મિત્રતાની આ કમાઈ..
કેટલું સરસ અને સાચું લખ્યું છે..
દુઃખમાંય સદાય હસવુ એવું, કે દુ:ખ ખુદ શરમાય..
એ કળા શિખવનાર મિત્રતા કેમ કરી ભુલાય..
અને..
હાથમાંથી સમય સરે ને વર્ષો વિતી જાય..
પણ એક ક્ષણ એવી મળી કે જીવન જીવી જવાય..
ખરેખર મિત્રો સાથે ગાળેલ એક પળ જીવન ને સજીવન કરી દે છે. જુના સંસ્મરણો તાજા કરી દે છે.. અને ફરીથી નવા દુઃખોને ખાળવાની નવી શક્તિ મળી જાય છે..
આવી નિરાલી નિરાલી રચનાઓ કરતી રહેજે..
Thanx dear..
તમારા ‘આશિષ’ સાથે હશે એટલે ‘નિરાલી નિરાલી’ રચનાઓ આવતી રહેશે..
મારા આશિષ તો તારી સાથેજ છે.. ફતેહ કર બચ્ચા…
दोस्त दोस्त नहीं खुदा होता हे पता तब चलता हे जब वोह जुदा होता हे
खुदा ने कहा दोस्ती ना कर्, दोस्ती मे तू कही खो जायेगा, मैने कहा ऐ खुदा, कभी जमीन पर आकर मेरे दोस्त से मिल्, तू भी उस पर फना हो जायेगा..