હું કવિતા નથી લખતો…

હું કવિતા નથી લખતો
હું તો લખું છું.. માત્ર તને..

તું એ શબ્દો છે,
જેને મેં નામ બનાવીને મારા હોઠો પર રમાડ્યા છે..

તું એ ચંદ્ર છે,
જેના માટે મેં કેટલાય સુરજ ડૂબાડ્યા છે..

તું એ આકાશ છે,
જેમાં મેં અનેક ઊના નિસાસા રેડ્યા છે..

તું એ ધરતી છે,
જ્યાં મેં રઝળતા ઝાંઝવા વાવ્યા છે..

તું ધરતી અને આકાશની વચ્ચેની એ જગ્યા છે,
જ્યાં આપના મિલનની આશના પારણાં બંધાવ્યા છે..

એ શબ્દો,
એ ચંદ્ર,
એ આકાશ,
એ ધરતી,
એ ક્ષિતિજને હું લખું છું..

હું કવિતા નથી લખતો
હું તો તને લખું છું.. માત્ર તને..

માત્ર તને…

Be Sociable, Share!
This entry was posted in અછાંદસ and tagged . Bookmark the permalink.

7 Responses to હું કવિતા નથી લખતો…

 1. Anonymous says:

  Nice one Boss..

  You'r a gr8 poet..

  🙂

  keep writing more n more..
  ~Ashwin

 2. Hems says:

  Wow, Ash
  U r great, Genius, mind blowing,Poet..
  I love u………

 3. શું વાત છે જીજાજી ………

 4. @Ashwin.. thnx dear, bt I'm really very far from gr8.. I'v jst started learning..

  @Hems thnx Hem.. u r d source of all these

  @Chetna and u r d motivation! 🙂

  thnx all for support..

 5. Wow……………
  Kya bat hai Sirji

 6. Wow………….
  Kya bat hai Sirji……………

 7. Maris says:

  Great blog it’s not often that I comment but I felt you deserve it.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.