દિલને મનાવી ના શકી

મારો બીજો પ્રયાસ..

આ વખતે feminine concept નો ઉપયોગ કરવાનું વિચાર્યું

યાદ આપની દિલથી ભુલાવી ના શકી,
આ સ્વપ્નને હકીકત બનાવી ના શકી

પ્રેમમાં મારા ખોટ ન જાણે કેવી રહી
આપના દિલમાં ચાહ જગાવી ના શકી

નસીબની આ ઉલટી ચાલ જ કંઈ હશે
કે આપને હું મારા બનાવી ના શકી

આંસુઓ સાથેની લડાઈ આ છે વર્ષો જૂની
કોશિશ કરી ઘણી, હરાવી ના શકી

“આશ” લઈને રાહ પર નજરો બિછાવી છે
નહિ આવે, ખબર છે, પણ દિલને મનાવી ના શકી…

તો ચાલો, નીચેના “આપના મત” સેક્શનમાં જણાવો કે આ કવિતા કેવી લાગી?

આ રચનાને શેર કરો..
This entry was posted in કાવ્ય and tagged . Bookmark the permalink.

One Response to દિલને મનાવી ના શકી

  1. ખુબ સુંદર લખ્યું છે…

Leave a Reply