કેવી રીતે લખું? … મારું પહેલું સર્જન…

મળતા નથી શબ્દો ખાસ, કેવી રીતે લખું?
ગમ આજે પણ છે આસ પાસ, કેવી રીતે લખું?

રહેતા’તા બનીને ધડકન શક્શ જે દિલમાં
એ દિલ નથી મારી પાસ, કેવી રીતે લખું?

એ આવ્યા બનીને વાદળ વર્ષા નથી છતાં
હોઠો પર મારા એની પ્યાસ, કેવી રીતે લખું?

જેની વફાના ચર્ચા કરતો તો દિન રાત
એની વફાની નથી આશ, કેવી રીતે લખું?

Be Sociable, Share!
This entry was posted in કાવ્ય and tagged . Bookmark the permalink.

4 Responses to કેવી રીતે લખું? … મારું પહેલું સર્જન…

 1. Anonymous says:

  hi aSh..

  had no idea u'r such a gr8 poet too.. 🙂
  gr8 gr8 work..
  for a starter, this is really awesome.
  luv it.
  will mail you regarding my contributions to this..

  keep climbing heights ..
  -aarti..

 2. Anonymous says:

  HI…GOOD WORK AASHISH..

  UR "PAHELU SARJAN" IS REALY NICE…

  USHMA

 3. Anonymous says:

  આષિશ…
  તમારા કાવ્યને સમ્બન્ધિત એક કાવ્ય અહિયા પોસ્ટ કરુ છુ..
  તેના લેખક વિષે મને કોઇ જણકારી નથી..

  USHMA
  ————————————–

  ભુત અને ભવીશ્યના બે ખીલા પર,
  લટકતી જીંદગીમાં હું મારી ‘આજ’ને શોધું છું.

  ભુતકાળના ખીલા પર ટાંગ્યા છે આંસુઓ,
  નીરાશાઓ, પરાજય અને પસ્તાવા વચ્ચે
  બે ચાર ખુશી- તોરણ.

  ભવીશ્ય પર છે રંગીન મેઘધનુશ્યો,
  અગણીત મહેચ્છાઓ અને શેખચલ્લી-સપના,
  અને વચ્ચે છુપાયેલો અણજાણ્યો ડર.

  ‘આજ’માં છે મીશ્રણ બન્નેનું
  ’આજ’માં છે સંઘર્શ.
  ‘આજ’ને સુક્ષ્મદર્શક કાચથી તપાસતાં તો
  તે ‘ગઇકાલ‘ બની જાય છે.
  કલ્પનાની સોનેરી ઉશામાં વીહરતાં ‘આજ’
  ‘આવતીકાલ’ બનીને ઉભી રહે છે.

  તેથી જ ક્યારેક ‘આજ’
  નીરસ અને નીર્જીવ લાગે છે.

  ‘આજની ઘડીમાં જીવો’ તેમ કહેવું તો સહેલું છે.
  પણ ગઇકાલ, આજ અને આવતીકાલ
  મળીને તો જીવનરેખા બને છે.

 4. @Ushma thank u very much for appreciating efforts and the encouragement..

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.